- ભારત સહિત દુનિયાભરમાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન
- ટ્વિટર પર #FacebookDown #InstagramDown ટ્રેન્ડિંગ થયા
- અન્ય યુઝર્સની જેમ એલોન મસ્કએ પણ શેર કર્યું Meme
દેશ દુનિયામાં સૌથી પ્રચલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકવાર ફરી ડાઉન થતાં સોશિયલ મીડિયામાં Memesનું ઘોડાપૂર આવ્યું છે. મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એવામાં, એકમાત્ર સોશિયલ મીડિયા એપ ટ્વિટર (X) કામ કરી રહ્યું હતું. ત્યારે, લોકો પહેલા તો એ ટ્વિટર પર જાણવા પહોંચી ગયા કે શું ખરેખર ફેસબૂક ઇન્સ્ટાગ્રામ ડાઉન થયા છે કે પછી તેમના અકાઉન્ટ હેક થયા છે. જેને લીધે ટ્વિટર પર FacebookDown અને InstagramDown હેશટેગ ટ્રેન્ડિંગ થવા લાગ્યા.
એલોન મસ્કે કર્યું ટ્વિટ
ત્યારે, સૌથી પહેલા ટ્વિટર દ્વારા મજા લેતા હોય તે રીતે ટ્વિટ કર્યું હતું. ટ્વિટર (X)દ્વારા ટ્વિટ કરતાં લખવામાં આવ્યું હતું કે અમને ખબર છે તમે બધા કેમ અહી આવ્યા છે. એટલું જ નહી, ટેસ્લાના CEO અને ટ્વિટર (X)ના માલિક એલોન મસ્ક પણ Meme શેર કરવામાં પાછળ નથી રહ્યા. તેમણે ટ્વિટ કરતાં એક ફોટો શેર કર્યો જેમાં અન્ય તમામ સોશિયલ મીડિયા એપ્સ ટ્વિટરની સામે સલામી ઠોકી રહ્યા છે.
લોકો શેર કરી રહ્યા છે ફની Memes
એક યુઝરે ફોટો વિડીયો શેર કરતાં લખ્યું કે એલોન મસ્ક આ રીતે કરોડો લોકોને ટ્વિટર પર આવતા જોઈને હરખાઈ રહ્યા હશે.
તો અન્ય એક યુઝરે માર્ક ઝકરબર્ગનો ફોટો શેર કરીને લખ્યું કે ઝકરબર્ગ જોઈ રહ્યા છે કેવી રીતે લોકો ટ્વિટર પર તેમની મજાક ઉડાવી રહ્યા છે.
તો એક યુઝરે તો માર્ક ઝકરબર્ગ જામનગરમાં મુકેશ અંબાણીના મહેમાન બન્યાની વાત પણ કહી કાઢી. તેણે એક ફોટો શેર કરતાં કહ્યું કે એક તરફ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયા છે તો બીજી બાજુ ઝકરબર્ગ જામનગરમાં આ રીતે લગ્ન માણી રહ્યા છે. સાથે જ આ યુઝરે સૂર્યવંશમ ફિલ્મના ફોટોઝ પણ શેર કર્યા.
તો ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ સહિત મેટાની સેવાઓ ડાઉન થતાં મેટાના પ્રવક્તાએ ટ્વિટ કરીને સમસ્યાઓને લઈને નિવેદન આપ્યું છે. તેમણે લખ્યું છે કે અમને માહિતી મળી છે કે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
મળતી માહિતી પ્રમાણે, યુઝર્સ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ડેસ્કટોપમાં પણ લોગ-ઇન ન કરી શકવાની ફરિયાદો કરી રહ્યા છે. એટલું જ નહી, મોબાઈલ એપ્લિકેશનમાં એપ પર સેશન એક્સપાયર થયાના પણ મેસેજીસ યુઝર્સને આવી રહ્યા છે. હજારો યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે બંને પ્લેટફોર્મ પર આ પ્રકારની સમસ્યા કયા કારણે થઈ રહી છે. જોકે, આ અંગે મેટા દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે વોટ્સએપ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે યુઝર્સ એપ લોગિન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેમના મેઇલ પર OTP મોકલવામાં આવી રહ્યો છે, તેમજ, વ્યક્તિગત વિગતો પણ ખોટી દેખાઈ રહી છે. ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર, રાત્રે 8.30 વાગ્યા બાદ સમસ્યા શરૂ થઈ હતી જે અત્યાર સુધી ચાલુ છે. કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, કેટલાક iPhone યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા નથી. આમાં 52% લોકોએ લોગિન સમસ્યાઓ, 40% લોકોએ એપ્સમાં સમસ્યાઓ અને 8% લોકોએ વેબસાઇટ્સમાં સમસ્યાઓને લઈને રિપોર્ટ કર્યું છે.


