- મંગળવારે રાત્રે અંદાજે 9 વાગ્યા આસપાસ સર્વર ડાઉન થતાં લોકો પરેશાન
- જેને કારણે ફેસબુક, ઈસ્ટાગ્રામ કલાકો સુધી બંધ થયાં બાદ સક્રિય થઈ ગયાં
- દુનિયાના અનેક ભાગોમાં FB, Instagram લોગ આઉટ થઈ ગયાં હતાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ 5 માર્ચના મંગળવારે રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ અચાનક ડાઉન થઈ ગયા હતા. યુઝર્સના ફેસબુક એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી ફેસબુક બરાબર કામ કરી રહ્યું છે, તો ઈન્સ્ટાગ્રામની સર્વિસિઝ ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરી રહી છે.
Facebook અને Instagram સહિતની તમામ એપ્લિકેશનો ચાલુ થઈ
મેટા કંપનીના ફેસબુક અને Instagram સહિતની એપ્લિકેશન ડાઉન થયા બાદ હવે ધીમે ધીમે Facebook અને Instagram સહિતની તમામ એપ્લિકેશનો ચાલુ થઈ ગઈ છે. ભારતના સેંકડો શહેરોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, લાખો યુઝર્સે ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયા પર લાખો યુઝર્સ દ્વારા આ અંગેની ફરિયાદો કરવામાં આવી હતી.
લોકોએ X પર સતત ટ્વિટ કરીને ફરિયાદ કરી હતી
જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે, આ સમસ્યા કયા કારણે સર્જાઈ હતી. બંને એપ દુનિયાના અનેક ભાગોમાં બંધ થઈ ગઈ હતી. જેને કારણે લોકોએ X પર સતત ટ્વિટ કરીને ફરિયાદ કરી રહ્યાં હતા અને મીમ્સ બનાવી મજા લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું
ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરાયું હતું. કંપનીએ કહ્યું હતું કે, અમને આ વાતની માહિતી છે કે લોકોને ફેસબુક સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
કેટલાક X અને યુ-ટ્યુબ યુઝર્સને સમસ્યા થઈ
ડાઉન ડિટેક્ટર ડેટાને જોઈએ તો ભારતીય સમય પ્રમામે રાત્રે 9:30 વાગ્યે X, યુ-ટ્યુબ અને ગુગલ સર્વિસિઝમાં પણ સમસ્યાઓ આવી રહી હતી. જોકે તમામ લોકોને આ સમસ્યા આવી નથી.


