- આયુષ્માન યોજનાથી ગરીબ પરિવારોનું સંકટ ટળ્યું : સાંસદ
- લોકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ મળશેઃ બચુભાઈ ખાબડ
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાના દુધામલી, ચોસાલા તેમજ વણભોરી ખાતે રૂા. 3.32 કરોડથી વધુ રકમના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જણાવ્યું હતું કે આરોગ્યની સેવાઓએ લોકોની પ્રાથમિક જરૂરિયાતનો ભાગ છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીએ વ્યક્ત કરી હતી.
સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની શ્રોષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે.


