- પંચમહાલમાંથી 1200 રામભક્તો અયોધ્યા જવાના હોય
- રેલવે સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
- આસ્થા સ્પેશ્યલ ટ્રેન રામભક્તોને લઈને પ્રસ્થાન કરશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામની નવીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દરરોજ લાખો રામ ભક્તો દર્શન કરવા માટે જાય છે. ત્યારે કાલોલનાં ડેરોલ રેલવે સ્ટેશન ખાતેથી ગુરુવારે સાંજે 6:30 કલાકે આસ્થા સ્પેશ્યલ ટ્રેન રામભક્તોને લઈને પ્રસ્થાન કરશે.
તેને લઈ પંચમહાલ જિલ્લાની વિવિધ વિધાનસભાનાં ભારતીય જનતા પાર્ટીના 1200 થી વધારે રામભક્તો અયોધ્યા ભગવાન શ્રીરામનાં દર્શન કરવા માટે જવાના હોઈ ડેરોલ રેલવે સ્ટેશન ઉપર વ્યવસ્થાનાં ભાગરૂપે IPS સરોજકુમારી રેલવે પોલીસ અધિક્ષક વેસ્ટન રેલવે વડોદરાની અધ્યક્ષતામાં બુધવારે બપોરે એક કલાકે ડેરોલ રેલવે સ્ટેશનનું અવલોકન કરવામાં આવ્યું હતું. સાથે જ કાલોલ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ સી.બી.બરડાં હાજર રહ્યાં હતાં. ત્યારબાદ ગુરુવારે 1200 થી વધારે રામભક્તો અયોધ્યા જવાનાં હોઈ વ્યવસ્થાનાં ભાગરૂપે વડોદરા વેસ્ટર્ન રેલવે પોલીસ,આર.પી.એફ્ સ્ટાફ્ની સાથે સ્થાનિક કાલોલ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ્નો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું જણાવ્યું હતું.


