- NDRFના જવાનો ભારત-ચીન LAC પર ITBP સૈનિકો સાથે પેટ્રોલિંગ
- જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં BSF તૈનાત
- ITBP અને SSB જેવા દળો સાથે વાતચીત ચાલુ છે: NDRFના ડાયરેક્ટર
NDRFના જવાનોએ હવે હિમાલયમાં ઊંચાઈવાળા સ્થળોએ તૈનાત કરવામાં આવશે. જેને લઇ NDRFના જવાનોએ પહેલા પોતાની જાતને બરફવાળા વિસ્તારમાં પોતાને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. NDRFના જવાનો ભારત-ચીન LAC પર ITBP સૈનિકો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે.
NDRFના ડાયરેક્ટર અતુલ કરવલે કહ્યું કે કેન્દ્રીય આકસ્મિક દળ આગળના વિસ્તારોમાં તૈનાત સરહદ સુરક્ષા દળો સાથે ચર્ચા કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય બચાવ કર્મચારીઓની નાની ટીમો બનાવવાનો છે અને આ ટીમોને ચાર રાજ્યો જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સશસ્ત્ર સીમા બલ (SSB) જેવા દળોની ચોકીઓ પર તૈનાત કરવામાં આવશે. આ, ITBP અને SSB જેવા દળો સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને તેમને તેમની પોસ્ટ પર બચાવ કર્મચારીઓની ટીમો તૈનાત કરવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે.
ITBP અને SSB જેવા દળો સાથે વાતચીત ચાલુ છે
NDRFના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે અલગ ટીમો તૈનાત કરવી મુશ્કેલ છે. અમે અમારી કેટલીક નાની ટીમોને હંમેશા ઊંચાઈ પર કાર્યરત રાખવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે પર્વતોમાં ઊંચાઈવાળા સ્થળોએ બચાવ કામગીરી હાથ ધરવા માટે સ્ટાફને અનુકૂલિત કરવો જરૂરી છે. આ જ કારણે બચાવ કર્મચારીઓને નીચાણવાળા સ્થાનોથી ઊંચા સ્થાનો પર લઈ જવાને બદલે આ વ્યૂહરચના પર કામ કરવામાં આવી રહ્યું છે.


