- સી.આર.પાટીલે કનુ કલસરિયા સાથે મુલાકાત કરી
- કનુ કલસરિયા સાથે પાટીલની એક કલાક સુધી મુલાકાત
- રાજુલાના સત્કાર સમારોહમાંથી સી.આર.પાટીલ સીધા મહુવા પહોંચ્યા
ગુજરાતના રાજકારણમાં હાલ મોટા ફેરફરો થઈ રહ્યાં છે,એક બાદ એક લોકો ભાજપમાં જોડાઈ રહ્યાં છે,કોગ્રેસના મોટા નેતા અંબરિશ ડેર અને અર્જુન મોડઢવાડિયાએ કેસરીયા ધારણ કરી દીધા છે,સાથે સાથે સૌરાષ્ટ્રના અગ્રણી એવા અરવિંદ લાડાણીએ પણ આજે રાજીનામું આપ્યું છે.આજે ખેડૂત અગ્રણી કનુ કલસારિયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર,પાટીલ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી,લાંબી બેઠક બાદ રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું કે કનુ કલસરિયા પણ જોડાઈ શકે છે ભાજપમાં.
કનુ કલસિયા સાથે પાટીલની બેઠક
મહત્વપૂર્ણ છે કે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા પણ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. મહુવામાં કનુ કલસરિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ આ ચર્ચાએ વેગ પકડયો છે, કનુ કલસરિયાએ ગત વર્ષે એટલે કે 2023માં ઓક્ટોબર માસમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું હવે તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડયો છે. કનુ કલસરિયા પહેલા ભાજપમાં જ હતા, પરંતુ બાદમાં તેમણે મહુવામાં ખાનગી કંપનીના પ્લાન્ટને લઇને વિરોધ કરી સરકારની સામે પડયા હતા.તેઓ જાયન્ટ કિલર તરીકે જાણીતા છે. કારણ કે એક સમયે તેમણે તત્કાલીન CM છબિલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કનુ કલસરિયાને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે.અને તેઓએ આ અંગે નિર્ણય લેવા માટે આઠ-દસ દિવસનો સમય માંગ્યો છે.
માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યનું રાજીનામું
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે.. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું આપી દીધું છે..લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના નેતા માનવામાં આવે છે. અર્જુન મોઢવાડિયાએ હજુ ગઇકાલે એટલે કે મંગળવારે જ કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે આજે તેમના જુથના નેતા અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે


