- અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા
- ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ
- મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી RMCને આવેદન આપશે
ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણી પારાયણ શરૂ થઇ છે. રાજકોટ શહેરમાં પાણી માટે જન આંદોલનના મંડાણ છે. તેમાં અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. તેમજ ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે. તથા જીવરાજ પાર્ક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં સમસ્યા વકરી છે.
પીવાના પાણી માટે ટેન્કર મંગાવી સ્થાનિકો પૈસાનું પાણી કરે છે
મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શહેરમાં રેલી કાઢશે. તથા રેલી સ્વરૂપે લોકો મનપા કચેરીએ પહોંચશે. જેમાં મનપા કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. જીવરાજ પાર્ક, સ્પીડ વેલ પાર્ટી અને આસપાસના રહેવાસીઓને પાણીને લઇને ભારે પરેશાની વેઠવી પડે છે. લાંબા સમયથી પીવાના પાણી માટે ટેન્કર મંગાવી સ્થાનિકો પૈસાનું પાણી કરે છે. પાણી માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઇ રેલી સ્વરૂપે મનપા કચેરીએ પહોંચશે.
મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી RMCને આવેદન આપશે
ઉનાળામાં પાણી માટે વલખાં મારવા પાડતા હોવાનું સ્થાનિકોની પીડા છે. પાણી મુદ્દે જો મનપા યોગ્ય કાર્યવાહી નહી કરે તો ચૂંટણી ઉપર જન આંદોલન શરૂ કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે. તેમાં રાજકોટમાં પાણીને લઈને કાલે મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી RMCને આવેદન આપશે.


