- અમદાવાદ અને જામનગર વંદે ભારત દ્વારકા સુધી દોડશે
- સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ કરાવશે PM
- ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત
12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે. જેના સાથે જ રેલવેને પણ વિવિધ 85 હજાર કરોડની પરિયોજનાઓની ભેટો મળવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વના એવા વન સ્ટેશન વન ઉત્પાદન આઉટલેટો ખુલ્લા મુકાશે.
PM નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી ગુજરાતને ઘણી મોટી ભેટ આપવામાં આવશે. જેની સાથે જ PMના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન રેલવેમાં અમદાવાદ – મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે. તેમજ અમદાવાદ અને જામનગર વંદે ભારત દ્વારકા સુધી દોડશે. જ્યારે સૌથી મહત્વના એવા વન સ્ટેશન વન ઉત્પાદન આઉટલેટો ખુલ્લા મુકાશે.
આ સાથે જ અમદાવાદમાં વડાપ્રધાન સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ કરાવશે. જેનાથી નવા રેલવે સ્ટેશન પરથી ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેની સાથે જ રેલવે સ્ટેશનો પર 50 જેટલા જન ઔષધિ કેન્દ્ર શરૂ થશે. આ સાથે જ PM મોદી નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે.
નવી વંદે ભારત ટ્રેનની સુવિધા
PM મોદી અમદાવાદ – મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. જે ટ્રેન 5 કલાક 25 મિનીટમાં અમદાવાદ – મુંબઈ વચ્ચેનું અંતર કપાશે. અમદાવાદ-જામનગર વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનને દેવભૂમિ દ્વારકા સુધી એક્સટેન્શન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.


