- અમદાવાદ ગ્રામ્ય DEOએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
- શાળામાં CCTV અને વ્યવસ્થાને લઇ DEOની વિઝીટ
- બેન્ચ પર સીટ નંબર લખવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ શકે છે. તેમજ અમદાવાદ ગ્રામ્ય DEOએ પરીક્ષા પહેલા કેન્દ્રની મુલાકાત લીધી છે. શાળામાં CCTV અને વ્યવસ્થાને લઇ DEOએ વિઝીટ કરી છે.
બેન્ચ પર સીટ નંબર લખવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ
બેન્ચ પર સીટ નંબર લખવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓ આવતીકાલે સાનુકૂળ વ્યવસ્થા વચ્ચે પરીક્ષા આપે તે માટે સૂચના અપાઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના છે. તથા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે.
ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે
ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તથા ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. તથા ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.


