- કોંગ્રેસ, આપ અને BTPમા મોટાપાયે ફરી ભંગાણ
- અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને દેશની પ્રગતીમા સહભાગી થવાની ઇચ્છા થતી
- તેમના વિસ્તારના લોકો માટે કામ કરવા ભાજપમા જોડાવાની ઇચ્છા
લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા અહીંના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યલાય શ્રી કમલમે ચાલતા ભરતી મેળામાં તેજી આવી છે. સોમવારે પાલનપુરથી બે ટર્મ કોંગ્રેસના ધારાસભ્ય રહેલા મહેશ પટેલ અને દેડિયાપાડાથી બીટીપીના પુર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હાથે કમળછાપ ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ મળેવ્યો હતો.
શ્રી કમલમે કોંગ્રેસ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના આમ આદમી પાટી- આપ તેમજ બીટીપી પાર્ટીના 2500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા. એટલુ જ નહિ, આ ત્રણેય વિપક્ષી પાર્ટીઓમાંથી ભૂતકાળમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરનારા નેતાઓ પણ ભાજપમાં સામેલ થયા છે. ભાજપમાં સૌને આવકારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા દેશ વિકાસ કરી રહ્યા છે ત્યારે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને દેશની પ્રગતીમા સહભાગી થવાની ઇચ્છા થતી હોય છે, તેમના વિસ્તારના લોકો માટે કામ કરવા ભાજપમા જોડાવાની ઇચ્છા થાય છે. હવે રાજકીય પંડિતો પણ માને છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત જીતશે, તે પણ 400 થી વધારે બેઠકોની સાથે. આ બંને પૂર્વ ધારાસભ્યોએ ભાજપની વિકાસની રાજનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસની નીતિથી આકર્ષાઈમાં ભાજપમા સામેલ થયાનો એક સુર વ્યક્ત કર્યો હતો.


