- રેલ્વે વિભાગ દ્વારા દબાણો દૂર કરવાને લઈ દબાણકારોને મોકલાઈ હતી નોટીસ
- રેલવે સ્ટેશનની જમીન પર થયેલા 60 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં
- સલાયાનાં રેલવે સ્ટેશન વિસ્તારમાં હાથ ધરાયું હતું ડિમોલેશન
સલાયામાં આજે તંત્ર દ્વારા જુના રેલવે સ્ટેશનના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યાં હતા તેવા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં,રેલવે પોલીસને સાથે રાખીને આજે 60 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા,તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો કરીને બેસેલા લોકોને નોટીસ પણ આપવમાં આવી હતી,તેમ છતાં દબાણ ખાલી ના કરતા,આજે JCB મશીન દ્રારા તંત્રની હાજરીમાં દબાણો દૂર કરાયા હતા.
પહેલા હતું રેલવે સ્ટેશન
ઘણા વર્ષો પહેલા અહી માલગાડી આવતી હતી,જે રેલ્વે સ્ટેશનનું સ્ટ્રક્ચર પણ હજુ ઉભુ છે.સલાયામાં મીઠાનું ઉત્પાદન થતું હોવાથી માલગાડીમાં મીઠું એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવમાં આવતું હતું.સબંધિત તંત્રને સાથે રાખી દબાણકારોને નિયમ મુજબ નોટીસો અપાઈ હતી. જે બાદ અધિકારીક લેટર સાથે પશ્ચિમ રેલ્વે દ્વારા પોલીસ,નગર પાલિકા,કલેકટર વગેરે કચેરીને જણાવાયું હતું કે તારીખ 15 અને 16 જાન્યુઆરીના રોજ આં અનઅધિકૃત દબાણો હટાવવામાં આવશે. પરંતુ કોઈ કારણોસર એ ડીમોલેશન કાર્ય મોકુફ રહ્યું હતું.
પોલીસ બંદોબલસ્ત સાથે કામ
આજરોજ સવારથીજ PI તથા ચાર PSIના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આં રેલ્વેની જગ્યામાં થયેલ અનઅધિકૃત દબાણો હટાવવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.જેમાં સલાયા રેવન્યુ સર્વે નંબર 93 તેમજ રેલવે લાઈન અને રેલવે સ્ટેશનની જગ્યામાં જે દબાણો થયા છે એ હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.હજારો મિટર જગ્યામાં ગેરકાયદેસર દબાણો થયા હોય જે હટાવવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.સમગ્ર ઘટનામાં કોઈ અનઈચ્છનિય બનાવ બન્યો નથી.


