- યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટ FSLમાં મોકલાઈ
- PM પ્રાયમરી રિપોર્ટ હજુ સુધી આવવાનો બાકી
- સત્તાવાર કોઝ ઓફ ડેથ હજુ સુધી સામે નથી આવ્યું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં આગામી દિવસોમાં PI બી. કે. ખાચર સામે નોંધાઈ શકે છે ફરિયાદ,તો હાલ પોલીસની તપાસ મુજબ વાત કરવામાં આવે તો પોલીસ યુવતીના વતન જઈને પરિવારના નિવેદનો નોંધશે,તો એક થી બે દિવસમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમ યુવતીના વતન જઈ શકે છે,યુવતીનું વતન ખેડા જિલ્લામાં આવેલું છે.ત્યારબાદ કેસમાં આગળની કાર્યવાહી થઈ શકે છે.યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી છે,તેના પરથી પણ વધુ ખુલાસા થાય તો નવાઈ નહી.
પોલીસે નોંધ્યા નિવેદનો
PI બી. કે. ખાચર કેસમાં વાત કરીએ તો,ગાયકવાડ પોલીસે PI ખાચર સાથે કામ કરતા કર્મચારીઓના નિવેદન નોંધાવની કાર્યવાહી પૂર્ણ કરી છે.તો બીજી તરફ PMનો પ્રાયમરી રીપોર્ટ હજી પોલીસ સુધી પહોચ્યો નથી.પ્રાથમિક તપાસમાં હાલ પોલીસને જાણવા મળ્યું હતું કે, 2020થી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ડોકટર વૈશાલી જોષીના આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધવા માટે ગાયકવાડ હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે બોલાવ્યા હતા.પરંતુ પરિવાર હજી અમદાવાદ આવ્યો નથી,પોલીસ માટે વૈશાલી જોષીની સુસાઇડ નોટ સૌથી મોટો પુરાવો છે. જેથી તેના હેન્ડ રાઇટીંગને મેચ કરવા માટે વૈશાલી જોષીના અન્ય લખાણના સેમ્પલ પણ એકઠા કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી છે. મૃતક વૈશાલી અને PI ખાચર સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવા ઉપરાંત, અનેકવાર મળતા હતા. જેથી વૈશાલીના મોબાઇલ ઉપરાંત, ટેબલેટ સહિતના ગેઝેટMસ પણ તપાસ માટે એકઠા કર્યા છે. પોલીસને તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે વર્ષ 2020થી PI બી. કે. ખાચર અને વૈશાલી જોષી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
સુસાઈડ નોટ ખોલશે અનેક રાઝ
પ્રેમમાં બનેલો અણબનાવ યુવતિના પરિવાર માટે પણ કારમો ઘા સાબિત થયો છે. મૃતકના પિતાનું અવસાન થયું છે. તેમજ તેને માતા અને 2 બહેનો હોવાનું ખુલ્યું છે. જેમાં એક બહેન વડોદરા અને એક કેનેડા છે. આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. આ મુદ્દે હજી પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. તો પરિવારના સભ્યોની આ યુવતીએ માફી માગી છે. આ સમગ્ર બાબતે પોલીસ તપાસમાં લાગી છે. અને જો યુવતીનો પરિવાર તૈયાર થશે તો આ અંગે PI સામે ગુનો નોંધવાની પણ તૈયારી શહેરના ઉચ્ચ અધિકારીઓએ દર્શાવી દીધી છે.
PI ફરાર
સમગ્ર ઘટનાને લઈ મુખ્ય સૂત્રધાર PI બી. કે. ખાચર હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે,તો બીજી તરફ ગાયકવાડ પોલીસે પણ PI કયાં છે,શું છે તેની કોઈ માહિતી મિડીયા સમક્ષ આપી નથી,ટૂંકમાં કહી શકાય તો પોલીસ પણ તેમના અધિકારીને બચાવવામાં પડી હોય તેવું લાગી રહ્યું છે.પોલીસને જાણે આ સમગ્ર કેસમાં ભીનું સંકેલવું હોય તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે.


