- પૂનમભાઇ પરમારને સરપંચ પદેથી કરાયા સસ્પેન્ડ
- પૂનમ પરમાર 2 ટર્મ સોજીત્રાના ધારાસભ્ય રહ્યાં
- સવિતાબેનને ડે. સરપંચ પદેથી કરાયા સસ્પેન્ડ
તારાપુર પંચાયતના સરપંચ તથા ડે.સરપંચને ભ્રષ્ટાચારના આરોપમાં TDOએ ( TALUKA DEVELOPMENT OFFICER) સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી છે. વર્ષ 2021માં તારાપુર સરપંચ તરીકે તેઓ ચૂંટાઈને આવ્યા હતા, બીજી તરફ 12 જેટલી ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત તપાસમાં સામે આવી છે, જેના કારણે તેમને તેમના પદ પરથી દૂર કરાયા છે.
પૂનમભાઇ માધાભાઇ પરમાર સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયા
પૂનમભાઇ માધાભાઇ પરમાર સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયા જ્યારે તેઓના ભાભી સવિતાબેન ને ડે. સરપંચ પદેથી હટાવાયા છે,તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને લોકોએ ભષ્ટ્રાચાર કર્યો છે તેને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરાઈ હતી
એક જાગૃત નાગરિક દ્રારા સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્રારા ભષ્ટ્રાચાર કરવામાં આવે છે જે સંદર્ભે અરજી કરવામાં આવી હતી અને આ બાબતે અધિકારીઓ દ્વારા તપાસ કરવમાં આવી હતી. આ તપાસ દરમિયાન 12 જેટલી ગેરરિતીઓ આચરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત તપાસમાં સામે આવી છે.
કોણ છે પૂનમભાઈ પરમાર
પૂનમભાઈ પરમાર એ સંરપચ તો છે સાથે સાથે વર્ષ 2012થી 2022 સુધી સોજીત્રા વિધાનસભાના કોંગ્રેસના બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકયા છે,અધિકારીની તપાસમાં સામે આવ્યું છે કે પૂનમભાઈ તેમજ તેમના ભાભી દ્રારા 12 જેટલી ગેરરીતિઓ કરાઈ છે,અને ગેરરીતિ સાબિત થતાં તેમને પદ પરથી દૂર કરાયાં છે.તો સ્થાનિકોનું કહેવું છે કે, પૂનમભાઈ પરમારનો પંચાયતમાં દબદબો છે,તે ધારે તે કામ કરાવી શકે છે,તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.પૂનમભાઈ પરમાર વર્ષ 2021માં તારાપુરના સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે.


