- જાણો કઈ ખાસિયતોને કારણે IGI એરપોર્ટે જીત્યું સૌનું દિલ
- દિલ્હીના IGI એરપોર્ટનું ફરીવાર કરાયું ASQ પુરસ્કારથી સન્માન
- વાર્ષિક 40 મિલિયનની ક્ષમતા ધરાવતા એરપોર્ટની શ્રેણીમાં એવોર્ડ
એકવાર ફરી એક ભારતીય એકપોર્ટને એશિયા પેસિફિકનું સૌથી શાનદાર એરપોર્ટ બની ગયું છે. આ પહેલીવાર નથી બન્યું જ્યારે આ એરપોર્ટને એશિયા પેસિફિકનો બેસ્ટ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ) એવોર્ડ મળ્યો હોય. આ પહેલા પણ 6-6 વખત ભારતના આ એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યું છે. જો તમે લોકો હજુ સુધી નથી સમજી શક્યા તો જણાવી દઈએ કે આપણી રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત થઈ રહી છે.
GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના જણાવ્યા અનુસાર, તેની સહાયક કંપની દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ ફરી એકવાર એશિયા-પેસિફિક વિસ્તારમાં ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નું પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) એ તેના સર્વેમાં સ્વીકાર્યું છે કે 2023માં વાર્ષિક 40 મિલિયનની ક્ષમતા ધરાવતા એરપોર્ટની શ્રેણીમાં IGI એરપોર્ટ પર મુસાફરોને પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ એશિયા પેસિફિકમાં શ્રેષ્ઠ રહી છે.
DIAL અનુસાર, વાર્ષિક 100 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે ટૂંક સમયમાં વિશિષ્ટ ક્લબમાં સામેલ થવા માટે તૈયાર IGI એરપોર્ટ વૈશ્વિક ઉડ્ડયન ધોરણોનું પાલન કરીને તેના મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI)નો આ એવોર્ડ તે મુસાફરોના સર્વેક્ષણ પર આધારિત છે જેમણે IGI એરપોર્ટ સહિત અન્ય એરપોર્ટ પરથી મુસાફરી કરતી વખતે આંતરરાષ્ટ્રીય એજન્સીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ એવોર્ડથી ઉડ્ડયન ઉદ્યોગમાં એક નેતા તરીકે દિલ્હી એરપોર્ટની ભૂમિકા મજબૂત બની છે.
આ અંગે DIALના CEO વિદેહ કુમાર જયપુરિયાર કહે છે કે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલ આ સન્માન એ વાતનો પુરાવો છે કે IGI એરપોર્ટ પર મુસાફરોને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે આ સન્માન માટે એરપોર્ટ પર કામ કરતી તમામ સહાયક એજન્સીઓનો આભાર માન્યો છે.


