- શાળાને દંડ ફટકારીને DEOએ માન્યો સંતોષ
- આચાર્યએ વિદ્યાર્થીના મોઢા પર મારી હતી સેલોટેપ
- સેલોટેપ મારતાં વાલીઓમાં ફાટી નિકળ્યો હતો રોષ
જૂનાગઢ શહેરની વેલકમ પ્રાઈમરી સ્કૂલમાં વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધીને બે કલાક સુધી સજા આપવામાં આવી હતી. જેને લઈને વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો,તો સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડયાં હતા,તો બીજી તરફ જૂનાગઢ DEOએ શાળાને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી સંતોષ માન્યો હતો.DEO દ્રારા આચાર્યને કોઈ સજા આપવામાં આવી નથી.
શું હતો સમગ્ર કેસ
બીજા ધોરણમાં અભ્યાસ કરતા શાહિલ મલેક નામનો વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો. તેની ફરિયાદ અવારનવાર શાળાના આચાર્ય સુધી પહોંચતી હતી,તો શાળાના શિક્ષક દ્રારા ફરીથી જ આ બાબતને લઈ આચાર્યને ફરિયાદ કરવામાં આવી હતી,તો આચાર્યનો પિત્તો સાતમા આસમાને પહોચ્તાં તેમણે.બાળકને મોઢે સેલોટેપ બાંધી સજા આપી હતી.તો આ ઘટનાની જાણ થતા વાલીઓ પણ શાળામાં પહોચ્યાં હતા અને ઉગ્ર વિરોધ પ્રર્દશન કર્યું હતું.
આચાર્યએ સ્વિકારી ભૂલ
આ અંગે શાળાના આચાર્ય દ્વારા સ્વિકારવામાં આવ્યું હતુ કે બીજા ધોરણમાં અભ્યાસ કરતા શાહિલ મલેકને મોઢે સેલોટેપ મારવામાં આવી હતી કારણ કે સજામાં તેને મારી શકાતો નથી. તેમ જ અન્ય કોઈ સજા આપી શકાતી નથી. તેથી કરીને મોઢા ઉપર સેલોટેપ મારીને ન બોલવાથી કેટલી મુશ્કેલી સર્જાય છે તે અહેસાસ કરાવવા આ સજા આપવામાં આવી હોવાનો આચાર્યએ સ્વિકાર પણ કર્યો હતો.આમ આ શાળાના આચાર્ય અને સંચાલકો સામે બાળકોને આવી આકરીસજા આપવામાં આવી હતી જેને લઈને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી હતી.


