- ધોરણ 10નું પહેલું પેપર શાંતિથી થયું પૂરું
- બાળકો પેપર આપ્યા બાદ ખુશ
- ભાષાનું પેપર એકંદરે સરળ રહ્યું હોવાનો મત
આજથી રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ છે. બોર્ડની પરીક્ષાને લઈને અનેક દિવસોની તૈયારીઓ બાદ આજે બાળકોની ખરી કસોટી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે સવારે શરૂ થયેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે ભાષાનું પેપર હતું અને તે સરળ રહ્યું હોવાનો મત જાણવા મળી રહ્યો છે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થઈ પૂરી
બોર્ડની પરીક્ષામાં આજે બાળકોએ સવારે શાંતિથી પરીક્ષા આપી છે. આ સાથે પેપર સરળ હોવાથી તેઓએ હાશકારો પણ લીધો હતો. રાજ્યમાં કેટલીક જગ્યાઓએ બાળકોને તકલીફ પડી તો સહયોગ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓએ તેમને સહકાર આપ્યો હતો.
15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સવારે 9 વાગ્યે પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે. ધોરણ 10માં 9, 17, 687 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં પ્રથમ પેપર ભાષાનું રહેશે. 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું. ધો – 12 સામાન્ય પ્રવાહમાં 4, 89, 279 વિદ્યાર્થી આપશે પરીક્ષા. ધો – 12 વિજ્ઞાન પ્રવાહમાં 1, 32, 073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. પરીક્ષામાં મોનિટરિંગ માટે 1 લાખ અધિકારી – કર્મચારી તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી
ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે કુલ 15,38,953 વિદ્યાર્થી નોધાયા છે. ગત વર્ષની સરખામણીએ 1.10 લાખ વિદ્યાર્થી ઘટયા છે. ગત વર્ષે 16,49,058 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થી 7,06,321, ખાનગી નિયમિત 12,797, રિપીટર 1,65,845, ખાનગી રિપીટર 4,570, આઈસોલેટેડ 28,154 મળી કુલ 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 3,184 બિલ્ડિંગના 31,829 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થી 1,11,549 નોંધાયા છે, રિપીટર 20,438 મળી કુલ 1,31,987 વિદ્યાર્થી નોંધાયા છે, જેના માટે 147 કેન્દ્ર પર 614 બિલ્ડિંગના 6,714 બ્લોકનો ઉપયોગ કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 3,80,269, રિપીટર 61,130, આઇસોલેટેડ 4,940, ખાનગી નિયનિત 29,523, ખાનગી રિપીટર 13,417 મળી કુલ 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 506 કેન્દ્ર પર 1,580 બિલ્ડિંગના 15,751 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


