ચૂંટણી પંચ કોઈ પણ સમયે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. તેની સાથે જ રાજકીય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે જાણકારી આવી રહી છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ગુજરાતની સીટ પર જાહેર થયેલા નામો
- અમદાવાદ પશ્ચિમ-ભરત મકવાણા
- બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
- પોરબંદર- લલિત વસોયા
- અમદાવાદ પૂર્વ-રોહન ગુપ્તા
- બનાસકાંઠા-ગેનીબેન ઠાકોર
- વલસાડ-અનંત પટેલ
- દિવ-દમણ-કેતન પટેલ
- કચ્છ-નિતેષ નાલન


