- મૂળ મહેસાણાનો અને જૈન સમુદાય સાથે સંકળાયેલો વેપારી છે
- સુરતના કતારગામના હિરા ઉદ્યોગકારોના 15 કરોડથી વધુ ફસાયા
- કતારગામ વિસ્તારમાં હીરાના મોટા ગજાના ઉદ્યોગકારના જ 15 કરોડથી વધુ ફસાયા
ફેન્સી હીરાનો જ વેપાર કરતા મુંબઇના હીરા વેપારીએ 70 કરોડમાં ઉઠમણું કરતા સુરતના હીરા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે કતારગામ વિસ્તારમાં હીરાના મોટા ગજાના ઉદ્યોગકારના જ 15 કરોડથી વધુ ફસાયા હોવાની ચર્ચા ઉઠી છે. તેમજ મુંબઇમાં હીરાના વેપારીએ ઉઠમણું કર્યુ છે તેનો મોટાભાગના વેપાર સુરતમાં જ હોવાના લીધે તેની સાથે સંકળાયેલા વેપારીઓની હાલત હાલ તો કફોડી બનવા પામી છે.
જૈન સમુદાય સાથે સંકળાયેલા અને મુળ મહેસાણાના હીરા વેપારી ફેન્સી હીરાનો વેપાર કરે છે. તેઓની ઓફિસ સહિતનો વેપાર મુંબઇમાં જ કાર્યરત હોવાની સાથે તેઓ મોટાભાગની ખરીદી સુરતના હીરા વેપારીઓ પાસેથી જ કરતા હોય છે. આ વેપારીએ સુરતના હીરા ઉદ્યોગકારોને ચુકવવાના થતા નાણાં માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા સુરતના હીરા વેપારીઓને શંકા ઉપજી હતી. તેથી મુંબઇની ઓફિસની તપાસ કરતા તેની આર્થિક હાલત કથળી હોવાની હકીકતો બહાર આવી હતી. જોકે આ રકમનો આંકડો 70 કરોડની આસપાસ હાલમાં પહોંચ્યો છે. હાલ તો તેની વસુલાત કેવી રીતે થઇ શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, સુરતના કતારગામના ઉદ્યોગકારોના હીરાના મોટા ગજાના વેપારીઓના 15 કરોડથી વધુ રૂપિયા ફસાયા હોવાની ચર્ચાથી ચિંતાનો વિષય બન્યો છે.


