- ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ સંકુલમાં જ આત્મહત્યા:PIને બચાવવા હવાતિયાં
- પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ અંગે પૂછતા પરિવારજનોએ FIR કરાવી
- મૃતકના પરિવારના ચાર સભ્યોનાં નિવેદન નોંધીને પોલીસે મહિલાની સ્યુસાઇડ નોટ બતાવી
ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં વસંત રજબ બંધુત્ત્વ સ્મારક પાસે ગત બુધવારે એક મહિલા તબીબે ઈર્ંઉમાં ફરજ બજાવતા તેના પ્રેમી એવા પીઆઇ બી.કે.ખાચરને કારણે ઇન્જેકશન મારીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ મંગળવારે સવારે મૃતકના ઘરે પહોંચી હતી. જ્યાં મૃતકના પરિવારના ચાર સભ્યોનાં નિવેદન નોંધીને પોલીસે મહિલાની સ્યુસાઇડ નોટ બતાવી હતી. બાદમાં પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ અંગે પૂછતા પરિવારજનોએ તમામ મરણવિધિ પૂર્ણ થયાં બાદ FIR કરવી કે નહીં તે નક્કી કરીને પોલીસને જાણ કરીશું. આથી હવે બુધવારે ગાયકવાડ હવેલી PI જાતે મૃતકના ઘરે જઇને ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનોને સમજાવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
મૂળ મહીસાગર જિલ્લાના વિરપુરની અને નહેરૂનગર પીજીમાં રહેતા ડૉ.વૈશાલીબેન જોષીને ચારથી પાંચ વર્ષ પહેલાં પોલીસ વિભાગના પીઆઇ બી.કે.ખાચર સાથે સંપર્ક થયો હતો. પરિણીત હોવા છતાં પીઆઇ ખાચરે ડૉ.વૈશાલીબેન સાથે પ્રેમસંબંધ રાખ્યો હતો. બન્ને અવાર નવાર એકબીજાને મળતા અને ફરવા પણ જતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી પીઆઇ ખાચર ડૉ. વૈશાલીબેનને ઇગ્નોર કરી રહ્યા હતા. આ ઉપરાંત, એક મહિનાથી પીઆઇએ સંપૂર્ણ વાતચીત ડૉ.વૈશાલીબેન સાથે બંધ કરી દીધી હતી. જેથી ગત, બુધવારે બપોરે ડૉ.વૈશાલીબેન પીઆઇ ખાચરને મળવા ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા પરંતુ પીઆઇ ખાચરે મળવાની ના પાડતા તેઓએ 15 પેજની સ્યુસાઇડ નોટ લખીને ઇન્જેકશન મારીને આપઘાત કર્યો હતો. બાદમાં પીઆઇને આપઘાતની જાણ થતાં ખાચર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બીજી તરફ, ડૉ.વૈશાલીબેનના આપઘાતના સાત દિવસ બાદ ગાયકવાડ પોલીસની ટીમ મૃતકના વતનમાં પહોંચી હતી. જ્યાં મૃતકના પરિવારજનોને સ્યુસાઇડ નોટ પોલીસે બતાવી હતી. બાદમાં મૃતકની માતા, બે બહેન-બનેવીનું નિવેદન નોંધ્યું હતું. પરિવારજનો પ્રેમસંબંધ અંગે અજાણ હોવાનું સામે આવ્યું છે.


