- કેન્દ્રીય મંત્રી એવા દર્શનાબેન જરદોષની ટિકિટ કપાઈ
- ભાવનગરથી ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ
- 10 બેઠકો પરથી નવા ઉમેદવાર જાહેર કરાયા છે
ગુજરાતમાં ભાજપે 26 માંથી 22 ઉમેદવરોના નામ જાહેર કર્યા છે. જેમાં ફરી એકવાર મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ વખતે કેન્દ્રીય મંત્રી એવા દર્શનાબેન જરદોષની ટિકિટ કાપવામાં આવી છે. જેની સાથે જ ભાવનગરથી પણ ભારતીબેન શિયાળની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે હજી પણ ભાજપના 4 ઉમેદવારોના નામ જાહેર કરવાવના બાકી છે જેમાં પણ નવા ઉમેદવારો જોવા મળી શકે તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતમાં ભાજપે 26માંથી 22 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં 12 સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 10 બેઠકો પરથી નવા ઉમેદવાર જાહેર કરાયા છે. તેમજ 10 વર્તમાન સાંસદોને ટિકિટ કપાઇ છે. 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં મહેસાણા, સુરેન્દ્રનગરના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલીના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
જ્યારે 5 સિટીંગ સાંસદોના પત્તા કાપવામાં આવ્યા છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઇ છે.
સોમવારે મળી હતી બેઠક
સોમવારે દિલ્હીમાં મળેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળેલી બેઠકમાં આ નામ પર આખરી મહોર મરાઇ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. ત્યારથી જ ગુજરાતની બાકી બેઠકોના વિવિધ નામ અંગે ચર્ચા શરૂ થઈ હતી.
ગુજરાતના વધુ 7 ઉમેદવાર જાહેર
- ભાવનગરથી નીમુંબેન બામભણિયા
- વલસાડથી ધવલ પટેલ ઉમેદવાર
- સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર
- છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા
- વડોદરાથી રંજનબેન ભટ્ટ ઉમેદવાર
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ઉમેદવાર
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર


