- મહારાષ્ટ્ર સરકારે કેબિનેટ બેઠકમાં કર્યો મહત્વનો નિર્ણય
- અહમદનગર શહેરનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
- મુંબઈના 8 રેલવે સ્ટેશનોના બદલાયા નામ
મહારાષ્ટ્ર સરકારે બુધવારે ઈન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકરની યાદમાં અહમદનગર શહેરનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું છે. આ સિવાય મુંબઈના 8 લોકલ રેલવે સ્ટેશનના નામ પણ બદલવામાં આવ્યા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. એ જ રીતે પુણે જિલ્લાના વેલ્હે તાલુકાનું નામ ઐતિહાસિક કિલ્લાના નામ પરથી ‘રાજગઢ’ રાખવામાં આવ્યું છે જે 27 વર્ષ સુધી છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત મરાઠા સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના સાત ઉપનગરીય સ્ટેશનોના આધુનિક ઓળખ સાથે નામ બદલવાની પણ મંજૂરી આપી હતી.
મુંબઈના 8 રેલવે સ્ટેશનોના બદલાયા નામ
- મરીન લાઈન્સ : મુમ્બા દેવી સ્ટેશન
- કરી રોડ સ્ટેશન : લાલબાગ સ્ટેશન
- મુંબઈ સેન્ટ્રલ: નાના જગન્નાથ શંકર શેઠ સ્ટેશન
- કિંગ સર્કલ : તીર્થંકર પાર્શ્વનાથ સ્ટેશન
- ડૉકયાર્ડ સ્ટેશન: મઝગાંવ સ્ટેશન
- કૉટન ગ્રીન : કલા ચોકી સ્ટેશન
- સૈડડસ્ટ રોડ: ડોંગરી સ્ટેશન
- ચર્ની રોડ: ગિરગાંવ સ્ટેશન
ગયા વર્ષે ઔરંગાબાદનું નામ બદલવામાં આવ્યું હતું
મહારાષ્ટ્ર વિધાનસભાની મંજુરી પછી, આ નામ ફેરફારોની દરખાસ્ત અમલીકરણ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રેલવેને મોકલવામાં આવશે. ગયા વર્ષે રાજ્ય સરકારે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખ્યું હતું.


