- આઈપીએસ અધિકારી નીરજા માધવનના પાત્રમાં અદા શર્મા, ફિલ્મ 15 માર્ચે રિલીઝ થશે
- ફિલ્મ ‘બસ્તર : ધ નક્લસ સ્ટોરી’ને મુદ્દે ચર્ચામાં છે
- ફેન્સમાં તેથી ફિલ્મ વિશે ઉત્સાહનો માહોલ છે
અભિનેત્રી અદા શર્મા આજકાલ તેની આવી રહેલી ફિલ્મ ‘બસ્તર : ધ નક્લસ સ્ટોરી’ને મુદ્દે ચર્ચામાં છે. દર્શકો ફિલ્મની પ્રતીક્ષા કરી રહ્યા છે. ફિલ્મના કલાકારોના પોસ્ટર અને ફિલ્મ ટ્રેલર તાજેતરમાં જારી થઈ ચૂક્યા છે. ફેન્સમાં તેથી ફિલ્મ વિશે ઉત્સાહનો માહોલ છે. તે અરસામાં જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયમાં ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન થતાં ખૂબ હોબાળો થયો હતો. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સંકુલમાં રાષ્ટ્રીય કલા મંચ દ્વારા ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન થયું હતું. ફિલ્મ 15 માર્ચે રિલીઝ થવાની છે. વિપુલ શાહ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મનું દિગ્દર્શન સુદિપ્તો સેને કર્યું છે. અદા શર્માએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેઓ ત્રણેય પ્રી રિલીઝ સ્ક્રીનિંગ વખતે પેનલ ચર્ચામાં સામેલ થયા હતા.
અદાએ કહ્યું હતું કે બસ્તરના આઈપીએસ અધિકારી નીરજા માધવનનું પાત્ર તેમણે ફિલ્મમાં ખૂબ નીડરપણે ચિત્રિત કર્યું છે. ‘હું ઇચ્છું છું કે લોકો ફિલ્મમાં મેં કહેલા શબ્દો પર વિશ્વાસ કરે. લોકો એકવાર ફિલ્મ જોશે તો સમજી જશે કે કયા વિષય વસ્તુ પર ફિલ્મ બની છે. કેરલ સ્ટોરી વખતે પણ આવું થયું હતું. લોકશાહી છે. ફિલ્મ જોવી કે ના જોવી તેઓ પસંદ કરી શકે છે.


