By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ

Editor
Last updated: 2026/07/04 at 3:34 PM
3 hours ago
Share
તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ
SHARE

તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ

રાજકોટના અગ્રણી તબીબો, આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રથમ અંકનું ભવ્ય વિમોચન

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ, તટસ્થતા અને સકારાત્મક પત્રકારત્વની આગવી ઓળખ ઉભી કરનાર ‘સંપત્તિ ટાઈમ્સ’ પાક્ષિક હવે એ જ વિશ્વસનીયતા સાથે આરોગ્ય ક્ષેત્રમાં સપ્લીમેન્ટરી આવૃત્તિ ‘હેલ્થ ટાઈમ્સ’ દ્વારા જનજાગૃતિનું નવું અભિયાન શરૂ કરી રહ્યું છે

અગ્ર ગુજરાત, રાજકોટ

છેલ્લા આઠ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીય, તટસ્થ અને સકારાત્મક પત્રકારત્વની ઓળખ ઉભી કરનાર ‘સંપત્તિ ટાઈમ્સ’ પાક્ષિક દ્વારા હવે સમાજના સર્વાંગી વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાન તરીકે ‘હેલ્થ ટાઈમ્સ’ સપ્લીમેન્ટરી આવૃત્તિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે. તબીબી જ્ઞાન, વૈજ્ઞાનિક માહિતી અને જનજાગૃતિ વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ રચવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલા આ નવા પ્રકાશનના પ્રથમ અંકનું રાજકોટમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.

વિમોચન સમારોહમાં RBA પ્રમુખ પરેશ ગજેરા, IMA રાજકોટ પ્રમુખ ડૉ. તેજસ કરમટા, IMA રાજકોટ સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, Federation of AYUSH Doctors Rajkotના પ્રમુખ ડૉ. એમ.વી. વેકરીયા, IFS Gujarat State Head ડૉ. સંજય દેસાઈ, ‘હેલ્થ ટાઈમ્સ’ના Managing Editor ડૉ. પ્રતીક્ષા દેસાઈ, ‘સંપત્તિ ટાઈમ્સ’ના Editor પ્રવીણ શીંગાળા, રાજેશ દત્તાણી ઉપરાંત પ્રશાંત પંડયા સહિતના મહાનુભાવો, રાજકોટના અગ્રણી તબીબો, વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્થ ટાઈમ્સને આરોગ્ય ક્ષેત્રમાં સમયોચિત અને સમાજલક્ષી પહેલ ગણાવી તેને શુભકામનાઓ પાઠવી હતી.
‘સંપત્તિ ટાઈમ્સ’એ અત્યાર સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાહકો વચ્ચે વિશ્વસનીય માહિતી અને સકારાત્મક સંવાદનું મંચ ઊભું કર્યું છે. એ જ વિશ્વાસને હવે આરોગ્ય ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ હેલ્થ ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકાશનનો હેતુ માત્ર આરોગ્ય સંબંધિત સમાચાર આપવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિક સુધી નિષ્ણાત ડૉક્ટર્સનું વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવાનો છે.
આજના ડિજિટલ યુગમાં આરોગ્ય અંગે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અધૂરી કે ભ્રામક માહિતીના કારણે લોકો મૂંઝવણમાં મુકાય છે. આવી સ્થિતિમાં વિવિધ ચિકિત્સા પદ્ધતિઓના નિષ્ણાતો, તબીબો અને આરોગ્ય ક્ષેત્રના અનુભવી વ્યાવસાયિકો દ્વારા તૈયાર કરાયેલ પ્રમાણભૂત માહિતી સમાજ સુધી પહોંચે તે સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. હેલ્થ ટાઈમ્સ આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સંપત્તિ ટાઈમ્સ પાક્ષિકની સપ્લીમેન્ટરી પ્રકાશન તરીકે ‘હેલ્થ ટાઈમ્સ’ની આ પહેલમાં રાજકોટના જાણીતા તબીબી નિષ્ણાત ડૉ. પ્રતીક્ષા દેસાઈ Managing Editor તરીકે અને ડૉ. સંજય દેસાઈના માર્ગદર્શન સાથે સમગ્ર સામગ્રીને વૈજ્ઞાનિક પ્રમાણિકતા અને સરળ રજૂઆત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંપત્તિ ટાઈમ્સના તંત્રી પ્રવીણ શીંગાળાના પત્રકારત્વનો અનુભવ અને તબીબી નિષ્ણાતોના જ્ઞાનનો આ સમન્વય હેલ્થ ટાઈમ્સને અન્ય આરોગ્યલક્ષી પ્રકાશનોથી અલગ ઓળખ આપશે.
હેલ્થ ટાઈમ્સમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર, જીવનશૈલી, મહિલા અને બાળ આરોગ્ય, વડીલોની સંભાળ, આયુર્વેદ, એલોપેથી, માનસિક સ્વાસ્થ્ય, પોષણ, ઋતુચર્ય, નવી સારવાર પદ્ધતિઓ, આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ, હોસ્પિટલ અને તબીબી ક્ષેત્રની નવી પહેલો સહિતના વિષયો પર નિષ્ણાતોના લેખો અને માર્ગદર્શન નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવશે.
વિમોચન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા માટે વિશ્વસનીય અને જવાબદાર માધ્યમોની જરૂરિયાત સતત વધી રહી છે. ડૉક્ટર્સ અને સામાન્ય નાગરિકો વચ્ચે માહિતી અને વિશ્વાસનો સેતુ બની શકે તેવી આ પહેલ આવનારા સમયમાં આરોગ્ય ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
‘હેલ્થ ટાઈમ્સ’ના વિમોચન પ્રસંગે RBA પ્રમુખ પરેશ ગજેરા, IMA રાજકોટ પ્રમુખ ડૉ. તેજસ કરમટા, Federation of AYUSH Doctors Rajkotના પ્રમુખ ડૉ. એમ.વી. વેકરીયા, IMA રાજકોટ સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, IFS Gujarat State Head ડૉ. સંજય દેસાઈ, ‘હેલ્થ ટાઈમ્સ’ના Managing Editor ડૉ. પ્રતીક્ષા દેસાઈ, ‘સંપત્તિ ટાઈમ્સ’ના Editor પ્રવીણ શીંગાળા, રાજેશ દત્તાણી તથા પ્રશાંત પંડયા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, “‘સંપત્તિ ટાઈમ્સ’એ જેમ વિશ્વાસનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તેમ ‘હેલ્થ ટાઈમ્સ’ પણ આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર્સ અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ બની નવી ઓળખ સ્થાપિત કરશે.”
ડૉ. તેજસ કરમટા (પ્રમુખ, IMA રાજકોટ)એ જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયાના યુગમાં વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત આરોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ‘હેલ્થ ટાઈમ્સ’ જેવી પહેલ સમયની જરૂરિયાત છે.”
ડૉ. બીરજુ મોરી (સેક્રેટરી, IMA રાજકોટ)એ જણાવ્યું હતું કે, “નિવારક આરોગ્ય, જનજાગૃતિ અને ડૉક્ટર્સ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં ‘હેલ્થ ટાઈમ્સ’ અસરકારક માધ્યમ બનશે.”
ડૉ. એમ.વી. વેકરીયા (પ્રમુખ, Federation of AYUSH Doctors Rajkot) એ જણાવ્યું હતું કે, “આયુષ અને આધુનિક ચિકિત્સા સહિત તમામ સારવાર પદ્ધતિઓ અંગે સંતુલિત અને વિશ્વસનીય માહિતી આપવાનો પ્રયાસ પ્રશંસનીય છે.”
ડૉ. સંજય દેસાઈ (IFS Gujarat State Head)એ જણાવ્યું હતું કે, “નિષ્ણાતોના જ્ઞાનને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આરોગ્ય જાગૃતિ માટે એક સકારાત્મક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે.”
ડૉ. પ્રતીક્ષા દેસાઈ (Managing Editor, હેલ્થ ટાઈમ્સ) એ જણાવ્યું હતું કે, “‘હેલ્થ ઇઝ વેલ્થ’ના વિચારને સાકાર કરતાં હેલ્થ ટાઈમ્સ લોકો સુધી ઓથેન્ટિક, વૈજ્ઞાનિક અને વિશ્વસનીય આરોગ્ય માર્ગદર્શન પહોંચાડશે.”
પ્રવીણ શીંગાળા (Editor, સંપત્તિ ટાઈમ્સ) એ જણાવ્યું હતું કે, “‘સંપત્તિ’ પછી હવે ‘સ્વાસ્થ્ય’ ક્ષેત્રમાં પણ વિશ્વાસનું મંચ ઊભું કરવાનો અમારો સંકલ્પ છે, જે સમાજ માટે ઉપયોગી સાબિત થશે.”
રાજેશ દત્તાણી એ જણાવ્યું હતું કે, “હેલ્થ ટાઈમ્સ માત્ર પ્રકાશન નહીં, પરંતુ આરોગ્ય જાગૃતિનું લોકાભિમુખ અભિયાન છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”

You Might Also Like

 હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી

 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો

 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ

વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
MCXમાં સોનું-ચાંદીમાં ઘટાડો, ક્રૂડ ઓઈલ નબળું; ડોલર સામે રૂપિયો દબાણમાં
રાજકોટ

MCXમાં સોનું-ચાંદીમાં ઘટાડો, ક્રૂડ ઓઈલ નબળું; ડોલર સામે રૂપિયો દબાણમાં

Editor By Editor 4 days ago
રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે આવતીકાલથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
ભૂજમાં ઝડપાયેલ 575 કરોડના ડ્રગ્સ કેસમાં ૧૯ વિદેશી નાગરિકોને ૨૦ વર્ષની સજા
કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર
દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા મજબૂર કરવી તે ગરીમાનું હનન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?