- લાંબા સમયથી ખડકાયેલા દબાણો દુર કરવામાં આવ્યા
- ટોલ રોડના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી
- લારી ગલ્લા સહીત શાકભાજીની દુકાનો લાગી ગઈ હતી
કલોલના હાઈવે ઉપર ગાયત્રી બ્રીજની નીચે ડી માર્ટ ની સામે દબાણનો રાફડો ફાટયો હતો. જે બાબતે અવારનવાર ફરીયાદો ઉઠતા ટોલરોડના અધિકારીઓ દ્વારા બ્રીજ નીચે થયેલ લારી ગલ્લા સહિતના દબાણો દુર કરવાની કાર્યવાહી આવી હતી. અને તમામ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના હાઈવે ઉપર ગાયત્રી બ્રીજ નીચે ડી માર્ટની સામે દબાણનો રાફડો ફાટયો હતો. અહી લારી ગલ્લા સહીત શાકભાજીની દુકાનો લાગી ગઈ હતી. જે બાબતે અવાર નવાર ફરિયાદો કરવામાં આવતા ટોલટેકસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટોલ રોડના કર્મચારી અને મેનેજર સંજય પટેલ તથા કલ્પેશ મેવાડા અને કલ્પેશ પટેલ તથા વાસુદેવ સાધુ વગેરે દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને બ્રીજની નીચે કરવામાં આવેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. તેઓએ લારી ગલ્લા સહિતના દબાણો દુર કર્યા હતા.


