- ધાર્મિક સ્થળ તોડી પાડવાના વિવાદનો આખરે અંત આવ્યો
- સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ વિરોધ બાદ એસ્ટેટ વિભાગે લીધો નિર્ણય
- ગઈકાલે સ્થાનિકોએ અધિકારીને આપ્યું હતું આવેદનપત્ર
અમદાવાદના નિકોલ વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં ગઈકાલે રોડ પર ઉતર્યા હતા.અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્રારા 70 વર્ષ જુનુ મહાકાળી માતાનું મંદિર તોડવાની વાતને લઈ સ્થાનિકો વિફર્યા હતા,તો સ્થાનિકોની આસ્થાને ધ્યાને રાખીને અમદાવાદ એસ્ટેટ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરને તેની જગ્યા પર જ રાખવામાં આવશે તેની પર હથોડો મારવમાં આવશે.તો સ્થાનિકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યું છે.
સ્થાનિકોએ ઉચ્ચારી હતી આંદોલનની ચિમકી
એક નહી બે નહી પણ મોટી સંખ્યામાં આજે સ્થાનિકો રોડ પર આવી ગયા હતા,સ્થાનિકોનો આક્ષેપ હતો કે આ રીતે મંદિર તોડવું યોગ્ય નથી,તો સ્થાનિકોનો એ પણ આક્ષેપ હતો કે સનાતન ધર્મની વાતો કરનારા નેતાઓ મંદિરને તોડાવા માટે મથી રહ્યાં હતા,જો મંદિરને હટાવાશે તો ચૂંટણી બહિષ્કારની પણ ચિમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.સ્થાનિકો રોજ બરોજ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે માટે એક લાગણી પણ જોડાયેલી છે.


