- રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- રશિયા તરફથી લડતા અત્યાર સુધી 274 નેપાળી યુવકો ગુમ થયા
- યુક્રેન સાથે યુદ્ધમાં રશિયાના બહારના દેશના લોકોનાં મોતનો આ સાથો મોટો આંકડો છે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન નેપાળી યુવાનો પણ રશિયન સેનામાં જોડાયા છે. પરંતુ ચાલુ યુદ્ધમાં નેપાળીઓના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. તાજેતરના મામલામાં એક-બે નહીં પરંતુ 16 નેપાળીઓએ યુક્રેનની સેના સાથે લડતા જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા નેપાળી યુવાનોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. વાસ્તવમાં નેપાળ સરકારે ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી આ યુવાનો રશિયા જઈને ત્યાંની સેનામાં જોડાઈ રહ્યા છે. 16 નેપાળીઓના મૃત્યુ સાથે, યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની બહારના કોઈપણ દેશના લોકોના મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે.
નેપાળીના મોત પર નેપાળ સરકાર તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. નેપાળ સરકારે રશિયાને તેના સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા નેપાળીઓના પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ નમૂનાઓને ઓળખ માટે રશિયા મોકલવામાં આવશે.
જાણો નેપાળના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
નેપાળના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે તેના નાગરિકોની ભરતી માત્ર તે વિદેશી સેનામાં જ કરવાની મંજૂરી આપે છે જેની સાથે તેણે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સરકારે અગાઉ બે અલગ-અલગ નોટિસ જારી કરીને તેના નાગરિકોને કોન્સ્યુલર અફેર્સ વિભાગ પાસેથી ‘નો ઓબ્જેક્શન’ પત્ર મેળવ્યા વિના રશિયાની મુલાકાત ન લેવા જણાવ્યું હતું. 200 થી વધુ પરિવારોએ રશિયન સૈન્યમાં સેવા આપતા તેમના સંબંધીઓને બચાવવા માટે કોન્સ્યુલર વિભાગમાં ફરિયાદો નોંધાવી છે.
અત્યાર સુધીમાં 116 ઘાયલ, ઘણા લાપતા
રશિયન આર્મીમાં ફરજ બજાવતા નેપાળી નાગરિકોના પરિવારો વતી એક અભિયાનનું નેતૃત્વ કરનાર કીર્તિ ભંડારીએ તાજેતરમાં જ તેમની પોસ્ટમાં કહ્યું હતું કે 620 થી વધુ નેપાળીઓ રશિયન આર્મીમાં સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 116 નેપાળી ઘાયલ છે, 274 ગુમ છે.
નેપાળે રશિયા પાસે વળતરની માંગ કરી
નેપાળી વિદેશ મંત્રાલયના અનુસાર, નેપાળના ડેપ્યુટી વડાપ્રધાન અને વિદેશ મંત્રી રશિયાના સમકક્ષ પાસે રશિયાની આર્મીમાં કામ કરતા નેપાળી યુવકોના મુદ્દે વાતચીત કરી હતી. અને માર્યા ગયેલા નેપાળીઓને સ્વદેશ લઈ જવામાં તેજી લાવવા કહ્યું હતું. મૃતકોના પરિવારજનોને વળતર આપવા અને રશિયામાં કામ કરી રહેલા સૈનિકોને પરત જવાની સુવિધા આપવા વિનંતી કરી હતી.


