- ખરીદી માટે કપડાંની થેલી રાખવા નગરપાલિકાની ટકોર
- સીંગલ યુઝ પ્લાસ્ટીક ઝડપી લેવા કાર્યવાહી કરાતા વધુ 350 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરાયુ
- જયદેપસિંહ ઝાલાની ટીમ દ્વારા લારી પાથરણાવાળાના ત્યાં ચેકીંગ હાથ ધરાયુ
ધ્રાંગધ્રા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉપર સકંજો કસી પાલિકા દ્વારા સતત ચેકીંગ કરી સીંગલ યુઝ પ્લાસ્ટીક ઝડપી લેવા કાર્યવાહી કરાતા વધુ 350 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરાયુ છે.આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય અને શહેરીજનો સાથે અબોલજીવોના આરોગ્ય ઉપરનું જોખમ ઘટે સ્વચ્છતા જળવાઇ રહે એ માટે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સુચના બાદ સેનીટેશન વિભાગના ઇન્સ્પેકટર જયદેપસિંહ ઝાલાની ટીમ દ્વારા લારી પાથરણાવાળાના ત્યાં ચેકીંગ હાથ ધરાયુ હતુ. ચેકીંગ દરમિયાન 350 કિલો સીંઝલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સોપારીના પાઉચ બનાવનારના ત્યાં પણ ચેકીંગ દરમિયાન જથ્થો ઝડપી લેવાયો હતો. આમ સીઝલ યુઝ પ્લાસ્ટીક સદંતર વેપારીઓ વાપરવાનું બંધ કરે અને શહેરીજનો કોઇ પણ જગ્યાએ ખરીદી કરવા માટે કપડાની થેલી લઇને જ જાય એવી નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ શહેરીજનોને અપીલ કરી છે.


