- એલોન મસ્ક ડિપ્રેશન માટે કેટામાઇન હોવાની ઊડી હતી ચર્ચા
- ટેસ્લા અને SpaceXના બોર્ડના સભ્યો પણ હતા નારાજ
- હવે ખુલ્લા મંચ પરથી એલોન મસ્કે કરી કેટામાઇનની પ્રશંસા
ટેસ્લાના CEO અને અબજોપતિ એલોન મસ્ક ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલા તેઓ ડિપ્રેશન માટે કેટામાઇન જેવી દવાઓનો ઉપયોગ કરતાં હોવાના સમચારોએ ખાસ્સી ચર્ચાઓ શરૂ કરી હતી. બાદમાં, અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા અને SpaceXના બોર્ડના ઘણા સભ્યો એલોન મસ્કના દવાઓ લેવાથી નારાજ છે. સભ્યોએ જણાવ્યું હતું કે આવી દવાઓ મસ્કના સ્વાસ્થ્ય અને વ્યવસાયને અસર કરી શકે છે. જો કે, આ બધા સમાચારો વચ્ચે, દિગ્ગજ ઉદ્યોગપતિએ કેટામાઇનની પ્રશંસા કરી. તેણે કહ્યું કે તે લેવાથી તેઓ વધુ સારી રીતે કામ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ બનાવે છે.
મારું મન નકારાત્મક વિચારો કરે છે
ટેસ્લાના CEOએ એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું, ‘એવો સમય આવે છે જ્યારે મારું મન નકારાત્મક વિચારે છે. કદાચ તે ડિપ્રેશન છે. હતાશા ખરાબ સમાચાર સાથે જોડાયેલી નથી. કેટામાઈન ખોટા વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરે છે. તેણે વધુમાં કહ્યું કે એક ડોક્ટરે તેને દવા આપી હતી. તે દર બીજા અઠવાડિયે એકવાર દવા લે છે.
એલોન મસ્કે કરી સ્પષ્ટતા
મસ્કે કહ્યું, ‘જો તમે કેટામાઇનનો વધુ પડતો ઉપયોગ કરશો તો તમે કામ નહિ કરી શકો. મારી પાસે ઘણું કામ છે. હું સામાન્ય રીતે દિવસમાં 16 કલાક કામ કરું છું. તેથી ખરેખર મારા માટે એવું કોઈ કારણ નથી કે જ્યાં હું લાંબા સમય સુધી માનસિક રીતે ગંભીર ન રહી શકું.
એલોન મસ્કે કહ્યું કે તેમને દારૂ કે ધુમ્રપાન કરવાની આદત નટી, પરંતુ જ્યારે તે મોડી રાત્રે કામ કરે છે ત્યારે તેઓ શાંત રહે છે, પરંતુ તેમણે સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કેટામાઇન અથવા અન્ય કોઈ ડ્રગનો ઉલ્લેખ કરી રહ્યા હોય.
ડિપ્રેશન આનુવંશિક: એલોન મસ્ક
અબજોપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિપ્રેશન આનુવંશિક છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેમને નથી લાગતું કે દવાઓના ઉપયોગથી તેમના સરકારી કરારો અથવા રોકાણકારોના સંબંધોને અસર થશે. તેમણે જણાવ્યું કે વોલ સ્ટ્રીટના દ્રષ્ટિકોણથી જે મહત્વનું છે તે છે અમલીકરણ. શું તમે રોકાણકારો માટે મૂલ્યનું સર્જન કરી રહ્યા છો? તેથી ટેસ્લાનું મૂલ્ય બાકીના કાર ઉદ્યોગના કુલ મૂલ્ય જેટલું છે. તેથી રોકાણકારના પરિપ્રેક્ષ્યમાં જો હું કંઈક લઈ રહ્યો છું, તો મારે તે લેતા રહેવું જોઈએ.
લોકો કહે છે એલોન મસ્ક ડ્રગ્સના બંધાણી
જાન્યુઆરીમાં પ્રકાશિત વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિને ઓળખતા લોકોનો દાવો છે કે તેમણે એલએસડી, કોકેન, એક્સ્ટસી અને સાયકાડેલિક મશરૂમ્સ લીધા છે. આખી દુનિયામાં પ્રાઇવેટ પાર્ટીઓ થતી રહે છે, જ્યાં મહેમાનો નોન-ડિસ્ક્લોઝર ડીલ પર સમજૂતી કરાર કરે છે. આ પ્રકારની પાર્ટીઓમાં મસ્ક દ્વારા નશાની દવાઓ લેવાનો દાવો કરવામાં આવ્યો છે.
કહેવાય છે કે ટેસ્લાના પૂર્વ ડાયરેક્ટર લિન્ડા જ્હોન્સન મસ્કના અનિયમિત વર્તન અને તેના ડ્રગ લેવાની આદતથી એટલા ગુસ્સે થયા હતા કે તેમણે 2019 માં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા બોર્ડમાં ફરીથી ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું. જોકે, મસ્કના વકીલ એલેક્સ સ્પિરોનું કહેવું છે કે બિઝનેસમેન એલોન મસ્કની હંમેશા તપાસ થતી રહે છે, જેમાં ક્યારેય સામે આવ્યું નથી કે તેમણે ડ્રગ્સ લીધું હોય.


