જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ
વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ સપ્તધારાની ગીત સંગીત-નૃત્ય ધારા અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનો કાર્યક્રમ કોલેજના મધ્યસ્થખંડમાં સવારે ૦૮:૦૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૩ સ્પર્ધકે ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડૉ. જે.આર.વાંઝાની ઉપસ્થિતિ રહી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા.ડૉ. જાગૃતિ વ્યાસ પ્રા.ડૉ. ભાવસિંહ બારડ અને પ્રા.ડૉ. ચંદ્રકાંત વણકરએ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ. ગૌરાંગ જાનીએ કર્યું હતું. આ સ્પર્ધામાં મોરી પ્રીતિ, ગૌસ્વામી વૈશાલી અને વ્યાસ કલ્યાણી વિજેતા થયા હતા.
કાર્યક્રમના અંતમાં પ્રિન્સિપાલ ડૉ. જે.આર.વાંઝા ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં પ્રા.ડૉ. જાગૃતિ વ્યાસે રાષ્ટ્રગીત વંદે માતરમ ગાયું હતું.કાર્યક્રમ દરમિયાન કૉલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.


