આવતીકાલે જયરાજસિહનાં ફાર્મહાઉસ પર ક્ષત્રીય સમાજની બેઠક
ક્ષત્રીય સમાજનાં રોષને શાંત કરવા જયરાજસિહ સક્રીય
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાત ભરમાં ક્ષત્રીય સમાજ લાલઘુમ બન્યો છે.ક્ષત્રીય સમાજનાં વિવિધ સંગઠનોએ પરષોતમ રુપાલાનો વિરોધ કરતા વિરોધની આગ ભાજ ને દજાડી રહીછે.પરષોતમ રુપાલાએ ક્ષત્રીય સમાજની માફી માંગી હોવા છતા પણ ક્ષત્રીય સમાજનો રોષ યથાવત રહેતા ભાજપ મોવડીઓ માટે પણ મુંઝવણ શરુ થઈ છે. દરમિયાન વિવાદને પુરો કરવા સ્થાનીક અને પ્રદેશ ભાજપનું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયુ હોય હવે ગુજરાત ભરમાં ક્ષત્રીય સમાજમાં પ્રભુત્વ ધરાવતા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને ડેમેજ કંટ્રોલનું સુકાન સોંપાયુ છે.આવતીકાલ શુક્રવાર સાંજે જયરાજસિહનાં સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજનાં ધારાસભ્યો,પુર્વ ધારાસભ્યો,વિવિધ સંગઠનોનાં આગેવાનો સહિતની બેઠકનું આયોજન કરાયું છે. પરષોતમ રુપાલા સામે ક્ષત્રીય સમાજનો વિરોધ શાંત બને અને ” ઘીનાં ઠામમાં ઘી “પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિહ દ્વારા થનાર છે.લોકસભાની ચુંટણી વચ્ચે જ વિવાદી વિધાન દ્વારા પરષોતમ રુપાલા ખરેખરનાં ફસાયા હોય તેમનો બચાવ કરવા ભાજપ દ્વારા હવે જયરાજસિહ જાડેજાને સુકાન અપાયુ છે.


