- PM મોદી ચોથી વખત આવી રહ્યા છે રાજસ્થાન
- જયપુરના કોટપુતલીમાં કરશે ચૂંટણી સભા
- 2024માં ચોથી વખત આવી રહ્યા છે પીએમ મોદી રાજસ્થાન
ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઇને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે. ક્યાંક રોડ શો તો ક્યાંય બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર અર્થે રાજસ્થાનની બાગડોર સંભાળી છે. તેઓ આજે બપોરે 2.30 કલાકે જયપુર એરપોર્ટ પહોંચશે.
કોટપુતલીમાં કરશે ચૂંટણી સભા
પીએમ મોદી આજે જયપુરના કોટપુતલી જવા રવાના થશે. પીએમ મોદી બપોરે લગભગ 3:00 વાગ્યે કોટપુતલીના એલબીએસ કોલેજ ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
પીએમ મોદી પ્રચારની શરૂઆત કરશે
કોટપુતલી જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારમાં આવે છે. આજે મંગળવારે કોટપુતલીમાં યોજાનારી સભામાં પીએમ મોદી જયપુર ગ્રામીણથી ભાજપના ઉમેદવાર રાવ રાજેન્દ્ર સિંહના સમર્થનમાં સભાને સંબોધિત કરશે.
PM મોદી 5 અને 6 એપ્રિલે ફરી આવશે
મંગળવારે કોટપુતલીમાં યોજાનારી ચૂંટણી સભા બાદ પીએમ મોદી પોતે 5 અને 6 એપ્રિલે ફરીથી રાજસ્થાનની મુલાકાત લેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 એપ્રિલે ચુરુમાં PM મોદીનો જાહેર સભાનો કાર્યક્રમ છે જેમાં તેઓ દેવેન્દ્ર ઝાઝરિયાના સમર્થનમાં પ્રચાર કરશે. આ પછી 6 એપ્રિલે પીએમ મોદી નાગૌરથી ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા આવશે. PM મોદીની સભા નાગૌર જિલ્લાના મંગલાનામાં યોજાશે.
ચોથી વખત રાજસ્થાન આવી રહ્યા છે PM
ત્યારે પીએમ મોદીની રાજસ્થાન મુલાકાત વિશે વાત કરીએ તો તેઓ છેલ્લા 3 મહિનામાં પીએમ મોદી ત્રણ વખત રાજસ્થાન આવ્યા છે. જયપુરમાં DG IG કોન્ફરન્સ યોજાઈ ત્યારે પહેલીવાર તેઓ 5 થી 7 જાન્યુઆરી સુધી રાજસ્થાનમાં રહ્યા હતા. આ પછી 25 જાન્યુઆરીએ પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે જયપુરમાં રોડ શો કર્યો હતો. તાજેતરમાં, 12 માર્ચે, પીએમ મોદી જેસલમેરના પોખરણમાં આવ્યા હતા જ્યાં તેમણે ત્રણેય સેનાઓ દ્વારા આયોજિત કવાયત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હવે 2 એપ્રિલે પીએમ મોદી ચોથી વખત (આ વર્ષે) રાજસ્થાન આવી રહ્યા છે.


