- રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવા માગણી
- અમને નથી ખબર કે કયા કાર્યકરે 400 પાર બાદ બંધારણ હટાવી દેવાશે એવું કહ્યું
- કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મેચ ફિક્સિંગવાળી ટિપ્પણી કરી હતી
ઇંડી ગઠબંધનની રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મેચ ફિક્સિંગવાળી ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાબતે ભાજપે ચૂંટણી પંચ સમક્ષ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. ભાજપના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણકુમારે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. રાહુલ ગાંધીએ એક રેલીમાં આરોપ કર્યો હતો કે પીએમ મોદી આ લોકસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગની કોશિશ કરી રહ્યા છે, જેનાથી ભારે બહુમતથી ચૂંટણી જીતીને બંધારણ ખતમ કરી શકાય. ચૂંટણી પંચના અધિકારીઓને મળી આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આજે અમે ચૂંટણી પંચ સમક્ષ ઘણા મુદ્દા રજૂ કર્યા. ગઈ કાલે રામલીલા મેદાનમાં ઇંડી ગઠબંધનની રેલી થઈ હતી. તે રેલીમાં રાહુલ ગાંધીએ વાંધાજનક ઘણી વાતો કહી. તેમણે (રાહુલ) કહ્યું કે અહીં મેચ ફ્ક્સિ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચમાં સરકારના પોતાના લોકો છે. ઇવીએમ વગર સરકાર ચૂંટણી નથી જીતી શકતી. ભારતીય બંધારણ દ્વારા અપાયેલા અધિકારી છીનવાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ કહ્યું છે કે 400 પાર બાદ દેશમાંથી બંધારણ હટાવી દેવાશે. અમને ખબર નથી કે કયા કાર્યકર્તાએ એવું કહ્યું છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી સામે ભાજપમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેમણે (રાહુલ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર પણ પીએમ મોદીની તસવીર શેર કરી અને આરોપ કર્યો કે પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ દુષ્કર્મીઓને બચાવવા માટે પોતાનો જીવ આપી દેશે.


