- 5 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેશે
- એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધશે
- બે સપ્તાહમાં ગરમી 40થી 41 ડિગ્રી સુધી રહેશે
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધશે. તેમજ આગામી 5 દિવસ ગરમી યથાવત રહેશે. ત્યારે 5 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેશે. તથા પવનની દિશા બદલાતા ગરમી યથાવત રહેશે.
બે સપ્તાહમાં ગરમી 40થી 41 ડિગ્રી સુધી રહેશે
એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધશે. જેમાં બે સપ્તાહમાં ગરમી 40થી 41 ડિગ્રી સુધી રહેશે. એપ્રિલના ત્રીજા અને ચોથા સપ્તાહમાં 41 ડિગ્રીને પાર રહેશે. પ્રથમ બે સપ્તાહમાં ગરમી 40 થી 41 ડિગ્રી સુધી રહેશે. જ્યારે એપ્રિલના ત્રીજા અને ચોથા સપ્તાહમાં 41 ડિગ્રીને પાર રહેશે. તેમજ એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધશે. હવામાન નિષ્ણાતે એમ પણ આગાહી કરી છે કે, 12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. અને આ પછી 23થી 25 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે.
20મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે અને 26 એપ્રિલ પછી દેહ દઝાડતી ગરમી
20મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે અને 26 એપ્રિલ પછી દેહ દઝાડતી ગરમી પડશે. ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રીથી વધારે નોંધાશે. મધ્યગુજરાતના ભાગોમાં 43 ડિગ્રીથી વધુ, ઉત્તર ગુજરાતાના ભાગોમાં 43 ડિગ્રી જેટલું, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. 8થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કર્ફ્યૂ જેવો માહોલ હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હીટવેવના આ રાઉન્ડ દરમિયાન માણસોની સાથે પશુ-પક્ષીઓની પણ ખાસ કાળજી લેવા પડશે તેમ નિષ્ણાત જણાવી રહ્યા છે.


