By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

Editor
Last updated: 2026/11/25 at 4:25 PM
2 minutes ago
Share
શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો
SHARE

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

મીઠા પાકની આડમાં નશાનો કારોબાર; એન્ટી નાર્કોટિક્સ વિંગનો વાડીમાં દરોડો, રૂ.4.94 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીનું રટણ, પહેલી જ વખત ગાંજો વાવ્યો હતો

અગ્ર ગુજરાત, રાજકોટ

ખેતરમાં શેરડીનો મીઠો પાક લહેરાતો હતો, પરંતુ તેની વચ્ચે નશાનો પાક પણ ઉછેરવામાં આવી રહ્યો હતો! રાજકોટ નજીક કાળીપાટ ગામે શેરડીના વાવેતરની આડમાં ગાંજાની ખેતી થતી હોવાનો પર્દાફાશ એન્ટી નાર્કોટિક્સ વિંગે કર્યો છે. વડાલી રોડ પર આવેલી એક વાડીમાં દરોડો પાડીને પોલીસે ગાંજાના 10 છોડ સાથે તેજા ગોવિંદભાઈ સાકરીયા (ઉ.વ. 45)ને ઝડપી લીધો છે. પોલીસે મૂળિયાં સહિત ગાંજાના છોડનું કુલ વજન 9.690 કિલોગ્રામ હોવાનું અને તેની કિંમત રૂ.4.84 લાખ આંકી છે. મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.4.94 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની સૂચના હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ બી.બી. જાડેજા તથા પીએસઆઇ વી.વી. ધ્રાંગુની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કાળીપાટ ગામના વડાલી રોડ પર આવેલી ગોવિંદભાઈની વાડીમાં ગાંજાના છોડ ઉછેરવામાં આવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમે વાડીમાં દરોડો પાડતાં શેરડીના પાકની વચ્ચે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 10 છોડ કબજે કરી વાડીના માલિક તેજા સાકરીયાને ઝડપી લીધો હતો. જપ્ત કરાયેલા છોડનું મૂળિયાં સહિતનું વજન 9.690 કિલોગ્રામ નોંધાયું હતું, જેની અંદાજિત કિંમત રૂ.4.84 લાખ થાય છે. આ ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પહેલી વખત જ ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું રટણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ખેતી પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, ગાંજાના છોડ ક્યાંથી મેળવ્યા હતા અને તૈયાર થયેલો નશીલો પાક કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઇ બી.બી. જાડેજા અને પીએસઆઇ વી.વી. ધ્રાંગુની આગેવાનીમાં એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મૌલિકભાઈ સાવલિયા, હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા, ડ્રાઇવર લોકરક્ષક નરેશભાઈ બારૈયા તથા એસઓજીનાં મહિલા કોન્સ્ટેબલ ભાગ્યલક્ષ્મીબા ઝાલા સહિતની ટીમે કરી હતી. મુદ્દામાલ અંગે કે.એમ. તાવિયાએ અભિપ્રાય આપ્યો હતો.

રૈયાગામના આવાસ ક્વાર્ટરમાંથી ૧.૧૦ કિલો ગાંજો ઝડપાયો, ૩૮ વર્ષીય શખ્સની ધરપકડ

રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વચ્ચે રૈયાગામ પામ સિટીમાં આવેલા આર.એમ.સી. આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. યુનિવર્સિટી પોલીસની ટીમે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૧૦૯.૨ ગ્રામ ગાંજો કિંમત રૂ.૫૫,૪૭૬નો કબજે કરી ૩૮ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રોહિતભાઈ કોઠીયાને મળેલી હકીકતના આધારે રૈયાગામ પામ સિટી ખાતે લોર્ડ્સ સ્કૂલની બાજુમાં આવેલા આર.એમ.સી. આવાસ યોજનાના ચાર માળીયા ક્વાર્ટરના બ્લોક નંબર ૧૦ના મકાન નંબર ૧૨૪માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી જાવીદશાહ ઈસ્માઈલશાહ શાહમદાર (ઉં.વ.૩૮) પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત રૂ.૫,૦૦૦નો રિયલમી મોબાઈલ ફોન, ગાંજાના પેકિંગમાં ઉપયોગમાં લેવાતી ૪૬ પ્લાસ્ટિકની કોથળીઓ અને લાઇટ બિલની નકલ સહિત કુલ રૂ.૬૦,૪૭૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ.એમ. ચાવડાએ હાથ ધરી છે. આરોપી આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુલાબનગરમાં મજૂરના ઘરમાંથી ૨૩૧ ગ્રામ ગાંજો ઝડપાયો

રાજકોટ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે ત્યારે આજીડેમ પોલીસની ટીમે ગુલાબનગર વિસ્તારમાં દરોડો પાડી એક મજૂરના રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૨૩૧ ગ્રામ ગાંજો કિંમત રૂ.૧૧,૫૫૦નો કબજે કરી મકાનમાં હાજર ૩૦ વર્ષીય શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશકુમાર પટેલની ફરિયાદના આધારે ગુલાબનગર શેરી નંબર-૨ના ખૂણે સાંઈબાબા સર્કલ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણના હેતુથી રાખવામાં આવેલો ૨૩૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક કાળા કલરની પ્લાસ્ટિકની કોથળી કબજે કરી હતી. આ મામલે ગુલાબનગર શેરી નંબર-૨માં રહેતા અને મજૂરીકામ કરતા રવિ પ્રવિણભાઈ પરેશા (ઉં.વ.૩૦) સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આગળની તપાસ પીએસઆઈ વી.એમ. બરાડીયા ચલાવી રહ્યા છે. આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

જૂના એરપોર્ટની દીવાલ પાસે નંબર પ્લેટ વગરના એક્ટિવામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી દરમિયાન જૂના એરપોર્ટની દીવાલ પાસે જાહેર રોડ પરથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસની ટીમે કાર્યવાહી કરી ૧૯.૯૭ ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને નંબર પ્લેટ વગરનું એક્ટિવા સહિત કુલ રૂ.૫૩,૯૯૮.૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર હંસાબેન ગઢવીની ફરિયાદના આધારે વેલનાથ ચોકથી આશાપુરા મંદિર નજીક અક્ષરનગર શેરી નંબર-૫ સામે જૂના એરપોર્ટની દીવાલ પાસે જાહેર રસ્તા પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મહેશભાઈ ઉર્ફે માધવ રાજુભાઈ ટોયટા ભરવાડ (ઉં.વ.૩૦, ધંધો ડ્રાઇવિંગ, રહે. શીતલપાર્ક) પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૯૯૮.૫૦ની કિંમતનો ૧૯.૯૭ ગ્રામ ગાંજો, રૂ.૩,૦૦૦નો વીવો મોબાઈલ અને રૂ.૫૦,૦૦૦ની કિંમતનું નંબર પ્લેટ વગરનું એક્ટિવા કબજે કર્યું હતું.
આ મામલે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨)(એ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એમ.એસ. મહેશ્વરીએ હાથ ધરી છે. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

You Might Also Like

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

RTOમાં સર્વર ડાઉન હશે તો પણ હવેથી કોઈપણ કામગીરી નહીં અટકે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નેશનલ લેવલ રૂરલ આઈ.ટી. ક્વિઝમાં ગીર સોમનાથના વિદ્યાર્થી કાર્તિક આવ્હાડનો ડંકો
ગીર સોમનાથગુજરાત

નેશનલ લેવલ રૂરલ આઈ.ટી. ક્વિઝમાં ગીર સોમનાથના વિદ્યાર્થી કાર્તિક આવ્હાડનો ડંકો

Editor By Editor 2 days ago
ત્રંબાના મોહનધામ આશ્રમમાં આજથી નવ દિવસીય ભવ્ય રામકથાનો પ્રારંભ
જીવનના અનુભવોમાંથી જન્મ્યું પ્રેરણાનું પુસ્તક – “47 જીવનમંત્ર”
‘ફૂલછાબ’ આયોજિત મોરારિબાપુની રામકથાની મંગલ પૂર્વભૂમિકા; મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કથા કાર્યાલય ખુલ્લું મુકાયું
 કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની ૧૨૧ વર્ષની સેવાયાત્રા નિમિત્તે શાપરમાં ૨૮ નવેમ્બરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?