- ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડશે અમેરિકા: અમેરિકન રાજદૂત
- અમેરિકી રાષ્ટ્રપતિનો નવો આદેશ આ મામલે રાહત આપી શકે
- રાષ્ટ્રપતિ બાઈડેન માટે વિઝા સમયમાં ઘટાડો એક મોટી પ્રાથમિકતા
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ભારતીય નાગરિકોને અમેરિકાના વિઝા માટે મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. અમેરિકી રાષ્ટ્રપતિનો નવો આદેશ આ મામલે રાહત આપી શકે છે. બાઈડેને આદેશ આપ્યો છે કે અમેરિકા ભારતમાં વિઝા રાહ જોવાનો સમય ઘટાડશે.
જાણો શું કહ્યું ભારતમાં અમેરિકન રાજદૂતે?
ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ આ વાત કહી છે. વિઝા એપોઇન્ટમેન્ટ અને રાહ જોવાના સમય પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમને ભારતમાં વિઝા માટે રાહ જોવાનો સમય ઘટાડવાનો આદેશ આપ્યો છે. આ પહેલો કિસ્સો છે જ્યારે અમેરિકાએ કોઈ દેશને આ મામલાની તપાસ કરવા કહ્યું હોય. ગારસેટીએ એમ પણ કહ્યું કે ગ્રીન કાર્ડ બેકલોગનો મુદ્દો પણ એક મોટી સમસ્યા છે અને તે પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણય ઘણા વિઝા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આ આદેશથી રાહ જોવાના સમયમાં 75 ટકા જેટલો ઘટાડો થશે.
અમેરિકાની કેટલીક કાયદાકીય મર્યાદાઓ: ગારસેટી
અમેરિકી રાજદૂતે કહ્યું કે વાત ભલે અપ્રવાસીઓની હોય, ગ્રીન કાર્ડની હોય કે સ્થાયી નાગરિકતા લેનાર લોકોની હોય, અમેરિકામાં પણ અન્ય દેશોની જેમ દરેક કામ માટે અમુક કાયદાકીય મર્યાદાઓ છે. તેમણે એમ પણ કહ્યું કે આ ધોરણો ભારતીયો માટે નિરાશાજનક છે કારણ કે ત્યાં ઘણા ભારતીયો છે જેઓ અમેરિકા જવા માંગે છે. ગારસેટીએ જણાવ્યું હતું કે યુએસ વિઝા લેનારા વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત મેક્સિકો પછી બીજા ક્રમે છે. વર્ષ 2023માં 245,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિઝા લઈને અમેરિકા આવ્યા હતા.
રાષ્ટ્રપતિ બાઈડેને આપ્યા આ આદેશ
ગારસેટીએ જણાવ્યું હતું કે USએ સમગ્ર ભારતમાં વિઝા ઇશ્યુમાં 60 ટકાનો વધારો કર્યો છે અને રાહ જોવાનો સમય 75 ટકા ઘટાડ્યો છે. તેમને પૂછવામાં આવ્યું કે વિઝાની સમય મર્યાદામાં 75 ટકાનો ઘટાડો કરવા છતાં 250 દિવસનો વેઇટિંગ પિરિયડ કેમ છે? આ પ્રશ્નના જવાબમાં રાજદૂતે જણાવ્યું હતું કે આ મામલે રાષ્ટ્રપતિ બાઈડેને ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમ ઘટાડવાનો આદેશ આપ્યો છે. આ કદાચ પહેલીવાર છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ કોઈ દેશના રાજદૂતને આવું કહ્યું હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેન માટે આ એક મોટી પ્રાથમિકતા છે અને ડેમોક્રેટ્સ, રિપબ્લિકન અને અપક્ષો સાથે આવવાની જરૂર પડશે.


