- હાઈકોર્ટમાં એક સિનિયર કાઉન્સેલની વિનંતી પર ચીફ જસ્ટિસની નારાજગી
- અંશતઃ સુનાવણીવાળી મેટર બીજી કોર્ટને ફાળવવા મુદ્દે ચીફ જસ્ટિસ મક્કમ
- બેંચમાં ટ્રાન્સફ્ર કરવાની પ્રથા પરત્વે ચીફ્ જસ્ટિસે ગંભીર નારાજગી વ્યકત કરી હ
ગુજરાત હાઇકોર્ટમાં પાર્ટ-હર્ડ મેટર(અંશતઃ સુનાવણી થયેલ હોય તેવી મેટરો)ને એક બેંચને ફળવવામાં આવેલા કેસોની યાદી(રોસ્ટર)માંથી બીજી બેંચમાં ટ્રાન્સફ્ર કરવાની પ્રથા પરત્વે ચીફ્ જસ્ટિસે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. ચીફ્ જસ્ટિસે બહુ સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કરતાં જણાવ્યું હતું કે, અલબત્ત, ચીફ્ જસ્ટિસ રોસ્ટરના માસ્ટર છે પરંતુ એક વખત કોઇ કેસની ફળવણી કોઇ એક બેંચ(કોર્ટ)ને કરી દેવાય પછી તેને પાછી ખેંચીને બીજી કોર્ટમાં ટ્રાન્સફ્ર કરી શકાય નહી. પાર્ટ હર્ડ મેટરને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવાની એડવોકેટની વિનંતીને ફ્ગાવતાં ચીફ્ જસ્ટિસે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
ચીફ્ જસ્ટિસે વધુમાં જણાવ્યું હતું કે, અદાલત આ પ્રકારની વિનંતીઓમાં કોઇ દરમ્યાનગીરી કરવાનું વલણ ધરાવતી નથી. ચીફ્ જસ્ટિસે એ વાત સ્પષ્ટ કરી હતી કે, જયાં સુધી મેટરોના રોસ્ટરને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે અને વિવિધ ન્યાયમૂર્તિઓ અને બેંચ વચ્ચે કેસોની ફળવણી કરવામાં ન આવે ત્યાં સુધી જ ચીફ્ જસ્ટિસ માત્ર રોસ્ટરના માસ્ટર છે, પરંતુ એકવાર આવા રોસ્ટરને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પછી ચીફ્ જસ્ટિસને એક બેંચમાંથી કોઇ ચોક્કસ કેસ પરત ખેંચી બીજી કોઇ બેંચને સોંપવાની સત્તા રહેતી નથી.
એડવોકેટ તરફ્થી એવો મુદ્દો ઉપસ્થિત કરાયો હતો કે, પાર્ટ હર્ડ મેટર (અંશતઃ સુનાવણી થયેલ મેટર)ને અધવચ્ચે પણ કેસ ટ્રાન્સફ્ર કરવાની સત્તા છે જો કે, તે ટ્રાન્સફ્ર માટે કારણો હોવા જોઇએ. સને 1960ના દાયકાથી આ પ્રથા હાઇકોર્ટમાં છે.
ચીફ્ જસ્ટિસે ભારે નિખાલસતા સાથે જણાવ્યું કે, મારા મત મુજબ, એક વાર રોસ્ટર નક્કી થઇ જાય તે પછી ચીફ્ જસ્ટિસને એક રોસ્ટરમાંથી કેસ આંચકી બીજી બેંચને સોંપવાની કોઇ સત્તા રહેતી નથી. અન્યથા હું ચીફ્ જસ્ટિસ હોવાના નાતે કોઇપણ બેંચ પાસેથી કેસ લઇ શકું છુ અને જાતે નિર્ણય લઇ શકુ છુ પરંતુ મારી દ્રષ્ટિએ તે ખોટુ અને અયોગ્ય છે.


