- બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે એકની ધરપકડ
- ડેરીના માલિક કિશન પટેલની ધરપકડ
- નકલી ઘી આપનાર પ્રતિક ઠક્કર વોન્ટેડ જાહેર
રાજ્યમાં વધુ એક બ્રાન્ડેડના નામે નકલી બનાવટનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા કારગીલ ચોક કૈવટ નગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ દરમિયાન પોલીસ દ્વારા ડેરીના માલીકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ શુધ્ધ ઘીના 1 લીટરના અને 500 મી.લીના 8 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે. કાપોદ્રા કારગીલ ચોક કૈવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ મોડી સાંજે સાડા છ વાગ્યે પોલીસે રેડ પાડી હતી.
તેમજ તપાસ દરમ્યાન ડેરીમાંથી સુરત-તાપી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુધ્ધ ઘીના 1 લિટરના 3 અને 500 મી.લીના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો જથ્થો મળી આવ્યો હતો.
ડેરી માલીક કિશન શાંતી વિરમગામ (પટેલ) (રહે, સિલ્વાસા ફ્લેટ એ.બી.સર્કલ પાસે સુદામા ચોક મોટા વરાછા) દ્વારા સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ઘીના પાઉચ વાળા આબેહૂબ દેખાય તેવી ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જાખમમાં મુકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે દિપેશ ચંપકલાલ ભટ્ટ (રહે,રામદેવનગર સોસાયટી શાંતિનિકેતન સ્કુલ પાસે પાલનપુર રોડ)ની ફરિયાદ લઈ ડેરી માલીક કેશવ વિરમગામ (પટેલ)ની ધરપકડ કરી હતી જયારે તેની પુછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.


