- પદ્મિનીબા અન્ન – જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હતા
- સમાજ અને પાર્ટી વચ્ચે ભેદભાવ થતા હોય છેઃ તૃપ્તીબા
- હું આ મુદ્દે છેક સુધી લડીશઃ પદ્મિનીબા
રાજકોટથી શરૂ થયેલો વિવાદ પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનો રોષ અમદાવાદમાં શાંત પાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ શાંત પડી શક્યો નથી. આજે ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે બેઠક થઈ હતી જે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. બેઠક બાદ મહિલા આગેવાનોએ જણાવ્યું કે, રામરાજ્યમાં આવી બહેનો-દીકરીઓની સ્થિતિ નથી.
સંકલન સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તીબા રાઓલનું નિવેદન આપ્યું છે કે, સમાજ અને પાર્ટી વચ્ચે ભેદભાવ થતા હોય છે. ભાજપ પક્ષ તરફથી વડીલો આવ્યા હતા. અમારી રજૂઆત અમે વડીલો સામે રાખી છે. અમારા વડીલ તરીકે હવે પક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આજે અમે તમામ રજૂઆત કરી છે અને અમારી બહેનોની અસ્મિતાની વાત કરી હતી. પદ્માવત વખતે રોડ ઉપર ઊતરી જે રીતે ઘટના બની હતી, એવી કોઈ ઘટના ન બને એ માટે સંકલન સમિતિ કામ કરી રહી છે. રૂપાલાનું નિવેદન જે છે એને ભાજપ પણ સમર્થન આપે છે.
આ સાથે જ તૃપ્તીબાએ જણાવ્યું કે, સંકલન સમિતિ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. અમે ભાજપના વિરોધમાં નથી ગયા. જો ટિકિટ રદ્દ ન થાય તો ભાજપ પણ રૂપાલાના સમર્થનમાં છીએ અને અમારી અસ્મિતા પર હવે સવાલ ઉભો થયો છે. જેથી વિરોધ કરી રહ્યા છે. માતા અને બહેનો પર હવે સવાલ ઊભો થયો છે. હવે જો રામરાજ્ય ફરીથી આવ્યું હોય તો રામરાજ્યમાં આવી બહેનો-દીકરીઓની સ્થિતિ નથી.
હું આ મુદ્દે છેક સુધી લડીશઃ પદ્મિનીબા
જ્યારે આ મામલે પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે આ લડાઈ ક્ષત્રિય સમાજની માતા અને બહેનો-દીકરીઓના માનની વાત છે. સમાજમાં કોઈ બે ભાગલા પડ્યા નથી. જે પણ નિર્ણય આવશે એ બહેનો અને દીકરીઓ સામે જોઈને લેવામાં આવશે એવી આશા છે. અમારી એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય. મારે જોહર કરવું પડશે તો પણ હું કરીશ.


