- કાર્યકર્તાઓએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે કર્યો હોબાળો
- ભાજપની મિટિંગમાં જ કાર્યકર્તાઓએ મચાવ્યો ભારે હોબાળો
- વિરોધ કરી રહેલા ભાજપના સદસ્ય ધારાસભ્યને આડે હાથ લીધા
સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કકળાટ સામે આવી રહી છે. હિંમતનગરના સહકારી જિન ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના કાર્યક્રમ ભાજપ કાર્યકર્તાઓનો હોબાળો સામે આવ્યો છે. આ દરમિયાન પોલીસ ભાજપના કાર્યકર્તાઓને ધમકાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, હિંમતનગર તાલુકાના સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના મામલે સામે આવતા ભારે હોબાળો થયો છે. જેમાં લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવી રહી છે તેવી માહિતી સામે આવી છે.
ગઈકાલે જિલ્લા ભાજપ થયેલ હોબાળા મામલે હિંમતનગર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા ને પોલીસ ધમકાવતી હોવાની વાતને લઈને થઈ બબાલ થઈ હોવાની માહિતી સામે આવી છે. લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો છે.
એટલું જ નહીં ભાજપના નેતા અને ઠાકોર સમાજના પીઠ આગેવાન વનરાજસિંહ સાથે ધારાસભ્ય વી.ડી ઝાલા સાથે બોલા ચાલી થઈ હતી. તેમજ વિરોધ કરી રહેલા ભાજપના સદસ્ય ધારાસભ્યને આડા હાથ લીધા છે. નોંધનીય છેકે, સાબરકાંઠામાં લોકસભાના બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને બદલવા ભાજપના જ કાર્યકર્તાઓ છેલ્લા આઠ દિવસથી વિરોધ કરી રહ્યા છે


