By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઠગ્સ ઓફ હિન્દુસ્તાન :ભગવા વસ્ત્રોનો દ્રોહ કર્યો રામદેવે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન :ભગવા વસ્ત્રોનો દ્રોહ કર્યો રામદેવે

agragujaratnews
Last updated: 2024/04/03 at 8:37 PM
2 years ago
Share
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન :ભગવા વસ્ત્રોનો દ્રોહ કર્યો રામદેવે
SHARE

જાહેરાત કેસમાં રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર : લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં રામદેવ અને બાલકૃષ્ણએ માફી માંગી

લોકોને ગેરમાર્ગે દોરનારી ભ્રામક જાહેરાતોના કેસમા પતંજલીના બાબા રામદેવ અને બાલકૃષ્ણ ન્નેન સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના આદેશનં ઉલ્લંઘન કરવા બદલ બન્ને સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહયોછે. રામદેવ અને બાલકૃષ્ણએ આ મામલે માફી માગી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેને નકારી દીધી હતી. અને કહયુ હતું કે આકરા પગલા માટે તૈયાર રહો. માત્ર મૌખિક માફીથી નહી ચાલે. સાથે જ કેન્દ્ર  સરકારને પણ સવાલ કર્યો હતો કે આ કેસમાં તમે કોઇ કાર્યવાહી કેમ ના કરી.કેમ આંખો બંધ રાખી. સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ હીમા કોહલી અને ન્યાયધીશ અહસાનુદીન અમનુલ્લાહ સમક્ષ બન્ને મંગળવારે હાજર થયા હતાં. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલી સામે પીટીશન ફાઇલ કરી છે. જેમા એલોપેથી પર રામદેવના આરોપો અને પતંજલીની દવાઓ કોરોના  સહિતની બીમારી ઠી કરતી હોવાના દાવા સામે દલીલો કરાઇ હતી. સુપ્રીમ કોર્ટમા બાબા રામદેવે કોઇ પણ શરત વગર માફી માંગી હતી.

Contents
જાહેરાત કેસમાં રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર : લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં રામદેવ અને બાલકૃષ્ણએ માફી માંગીરાજકોટમાં રામદેવની કેરિયરના પ્રારંભે જ વિરોધ થયો હતો

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બીનશરતી માંફી માંગી તેનો સીધો અર્થ એ થાય કે બાબા પાસે તેમની દવાઓ વિષે ભારત અને વિશ્વની જનતા પાસે જાહેરાત દ્વારા જે ભ્રમણાઓ ફેલાવવામાં આવી તેના કોઇ પૂરાવા નથી. કોરોનામાં બાબાની દવા લઇને કેટલાં માણસો મોત પામ્યા હશે તેના અંગે અલગથી કેસ થઇ શકે. સૌથી મહત્વની બાબત એ છે કે બાબા રામદેવે ભારતના સનાતન ધર્મ સાથે ઋષિમૂનિઓ સાથે જોડાયેલા યોગના માધ્યમથી લોકોને ગ્રૃહ કર્યા. એટલે સનાતન ધર્મ અને ભગવા વસ્ત્રોને પણ તેમણે લજવ્યા છે. ભારતમાં રાતો રાત પ્રસિધ્ધ થઇ જાય છે.રામ રહિમ હોય કે આસારામ હોય તેઓ કેદી બની જાય તો પણ તેમના પ્રત્યેનો લોકોનો મોહ છુટતો નથી. અંધભકિત થાય છે તે કરુણતા છે. અખબારો અને માધ્યમોને ગાળો દેવાની એક ફેશન અમુક લોકોએ વિકસાવી છે. પરંતુ આ જ લોકોએ આવા બાબાઓનો સમયોચિત સ્વપ્રસિધ્ધી માટે ઉપયોગ કર્યો છે. આવા જ લોકોએ માધ્યમોના પગ પણ પકડયા છે. બાબા રામદેવ કેસમા મોટા મિડિયા હાઉસોએ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા હતાં.પતંજલીની જાહેરાતોનું બજેટ હજારો કરોડ રુપિયા હતું.

રામદેવે પતંજલી લોન્ચ કર્યા પૂર્વે બાલુ સાથે દેશભરમાં ભ્રમણ કરી કોકા કોલા અને વિદેશી કંપનીઓને ગાળો આપી સ્વદેશી મુવમેન્ટ જગાવી હતી. શહેરોમાં યોગ શિબિર કરી નિરોગી જીવનના લોકોને સપનાં દેખાડયા હતાં. રામદેવ જે રીતે પેટના ઘુમડિયા કરી શકતાં હતાં તે લોકોને આંજી દેવા પૂરતાં હતાં.યોગ શિબિરમાં તેમના યોગ કરતબે મોટો ફોલોઅર કલાસ ઉભો કર્યો. જનું પાછળથી કલ્ટીવેટીંગ થયુ. પતંજલીનું સ્ટોન્ચ ફેન ફોલોઇંગ આ જ હતું બાદમાં પ્રચારના માધ્યમથી જે એમએનસી કંપની કરતી હતી તે વધુ સારી રીતે પોલિટિકલ સપોર્ટથી રામદેવે કર્યુ. આજે રામદેવ દેશની સુપ્રિમ કોર્ટ પાસે ચાલાકી પૂર્વક માફી માગતા રામદેવ અને બાલુને સુપ્રિમ કોર્ટ માફ કરવાના મિજાજમાં નથી. પણ દેશની જનતાને ભૂલવાનો રોગ લાગ્યો છે. લોકોને ઝડપથી માફ કરી દેવાનો  આ રોગ દેશમા વધુને વધુ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પેદા કરે છે. કોઇ ધર્મના નામે. કોઇ યોગના નામે.

રાજકોટમાં રામદેવની કેરિયરના પ્રારંભે જ વિરોધ થયો હતો

રાજકોટમાં રામદેવ તેમની કેરિયરના પ્રારંભે જ યોગ શિબિર માટે આવ્યા હતાં. રેસકોર્ષ મેદાનમાં તેમની યોગ શિબિર હતી. શામજીભાઇ ખુંટ રાજકોટમાં તેમના યજમાન આયોજક વગેરે હતાં. તેમની પીપલ્સ બેંકના સહયોગથી આ યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  એ સમયે હું ‘સાંજ સમાચાર’ અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવતો હતો. મારા માલીક તંત્રી પ્રદીપભાઇ શાહે મારું ધ્યાન દોર્યુ કે આ ફ્રોડ જેવું લાગે છે. જરા તપાસ કરીને લખજે. એમની અનુભવી નજરમાં ઘઉં અને કાંકરા તુરંત નજર આવી જતાં. મેં તપાસ કરી તો આ યોગ શિબિર આમંત્રિતો માટે એટલે કે પેઇડ હતી. તેમાં સામાન્ય લોકોને પ્રવેશ નહોતો. જયારે અખબારોમા બુધ્ધીપૂર્વકના સમાચારો વહેતાં કરી મિડિયાનો પણ ઉપયોગ કરવામા આવ્યો હતો. આ અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ વાત બાબા સુધી પહોંચી હતી. આયોજકોએ ફરજીયાત આપવા માટે છેલ્લી હરોળ રાજકોટવાસીઓને વિનામૂલ્યે આપી હતી. એ યોગ શિબિરમાં જોડાયેલા રાજકોટવાસીઓ રામદેવથી અભિભુત હતાં. ખાસ તો શું થાય છે એ જોવા હું એ શિબિરમાં સવાર પાંચ વાગ્યે ઉઠીને જોડાયો હતો. મારી હાજરી વિષે એ સમયે બાબાની જાહેરાતનું કામ કરનાર જીતેન્દ્ર જોશીને જાણ થઇ હતી. પછી કોઇ સંજોગોમાં બાબા સુધી આ વાત પહોંચી. આટલા મોટા કાર્યક્રમમાં રામદેવે સાંજ સમાચારનું નામ લીધા વગર મંચ ઉપરથી એક અખબારના પ્રતિનિધિ પણ અહીં ઉપસ્થિત છે એમ કહી  મારી હાજરીની કટાક્ષમાં નોંધ લઇ મને હિણપતની સ્થીતિમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે અખબારના ડીએનએમાં પત્રકારત્વ હોય એ અખબારના રિપોર્ટર માટે આ સિધ્ધિ હતી. આમ પણ પત્રકાર બનતાં પહેલાં અમને દિગ્ગજોએ શિખડાવ્યુ છે કે પત્રકારની પ્રથમ યોગ્યતા એ છે કે પત્રકારે કોઇ વ્યકિતની પ્રતિભાથી પ્રભાવિત ન થવુ. તેમના કામથી પ્રભાવિત થવુ અથવા તેમના કામનું મૂલ્યાંકન કરી ત્યાર બાદ જ એપ્રુવલ આપવુ.  આજે એ જ જીવનમંત્ર સાચો પડી રહયો છે  તેનો સંતોષ છે. રાજકોટની જનતાને પણ એ જ કહેવાનું મન થાય છે કે,  બી વેર ઓફ ફ્રોડસ્ટર એન્ડ ઠગ્સ. નામ બેડ ઔર દર્શન ખોટે એ વાત આજે પણ એટલી જ સાચી છે.એટલે જ અમે તમારી આ જ રીતે સેવા કરતાં રહીશુ. નીર અને ક્ષિર પારખીને.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 3 hours ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?