શાકભાજી યાર્ડમાં હોલસેલમાં સારી ક્વોલિટીના બટેટાનો ભાવ 1 કિ.લો.નો ભાવ રૂપિયા 25 બોલાયો
ઉનાળાની સીઝનમાં લોકો વિવિધ પ્રકારના બટેટાની પુત્રીઓ બનાવાતા હોય છે જેમાં આ વખતે બટેટાનુ ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઓછું થવાના કારણે આ વર્ષે પતરી પાડવા માટેના બટેટાના ભાવમાં એક કિલોએ રૂપિયા 3 નો વધારો જોવા મળતા છુટક માં આ બટેટા રૂપિયા 35 થી 40 ના એક કિલો વેચાઈ રહ્યા છે.
ઉનાળાની ઋતુમાં લોકો ખાસ કરીને ઉપવાસ માં બટેટાની પતરી આરોગી અને ફરાળ કરતા હોય છે ત્યારે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ આ વખતે બટેટાનું ઉત્પાદન ઓછું થવાના કારણે બટેટાના ભાવમાં વધારો થયો છે.જેમા અત્યારે માર્કેટ યાર્ડમાં હોલસેલમાં ભાવ વધારો જોવાં મળ્યો છે.જેમા પતરી માટેના ખાસ ગણાતા બાદશાહ બટેટા એક કિલોનો ભાવ રૂપિયા 25 જેવો બોલાયો હતો જેના કારણે શાક માર્કેટમા છુટક ભાવ એક કિલો રૂપિયા 35 થી 40 ના ભાવે વેચાઇ રહ્યા છે.જયારે ભુખરાદ બટેટાનો ભાવ એક કિલોનો હોલસેલમાં રૂપિયા 20 થી 25 જેવા બોલાયા હતા જેના કારણે છુટક માં આ બટેટા એક કિલો રૂપિયા 25 થી 30 ના ભાવે વેચાઇ રહ્યા છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક કિલો બટેટામાં રૂપિયા 3 નો ભાવ વધારો જોવા મળ્યો છે.


