મામાદેવના મંદિરે દર્શન કરવા જતા બે મિત્રોને નડ્યો અક્સ્માત : સ્ટેટ્સ મૂક્યું અને બાદ 10 વાગ્યે કમઢીયા પાસે થયો અકસ્માત
ગોંડલના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવના મંદિર પાસે ગતરાત્રે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકમાં સવાર સરધારપુર અને નવાગઢના બે મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાનાં ગોંડલ દેરડી રોડ પર આવેલા કમઢીયા પાસે મામાદેવનાં મંદિર નજીક ગત રાત્રીનાં 10 વાગ્યાની આસપાસ બે બાઈક વચ્ચે સર્જાયેલા જેતપુરનાં અકસ્માતમાં નવાગઢ ખોડીયારધામમાં રહેતા. હિતેશ હરીભાઇ મકવાણા (ઉ.વ.17) તથા જેતપુરનાં સરધારપુરમાં રહેતા પ્રકાશ ભોવાનભાઇ મેણીયા (ઉ.વ 20)ને ગંભીર ઇજાઓ ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મળતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સરધારપુરના એક યુવકે સાંજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં “કેવો દિવસ રે ઊગ્યો, સાંજ પડી પણ મારો ભાઈ ઘેર ના વળ્યો” એ ગીત પર સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું અને કલાકો બાદ અકસ્માતમાં મોતને ભેટ્યો હતા.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતનો ભોગ બનનાર હિતેશ તથા પ્રકાશ બન્ને મિત્રો હતા. નવાગઢથી કમઢીયા મામાદેવનાં મંદિરે દર્શન કરવા બાઈક પર જઇ રહ્યા હતા. બન્ને છુટક મજુરીકામ કરતા હતા. હિતેશ બે ભાઇઓનાં પરીવારમાં નાનો હતો. જ્યારે પ્રકાશ પણ બે ભાઇઓનાં પરીવારમાં નાનો હતો. સમગ્ર બનાવ અંગે સુલતાનપુર પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


