By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    19 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રમિક પર ધૂંધવાયેલા સિંહે હૂમલો કરતા ઇજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

શ્રમિક પર ધૂંધવાયેલા સિંહે હૂમલો કરતા ઇજા

agragujaratnews
Last updated: 2024/04/08 at 9:00 PM
2 years ago
Share
શ્રમિક પર ધૂંધવાયેલા સિંહે હૂમલો કરતા ઇજા
SHARE

સિંહના રસ્તા પર શ્રમિક યુવક આડો પડતા કર્યો હુમલો : ગરદનના ભાગે બચકાં ભરી લેતા હોસ્પિટલે ખસેડાયો

બિલખાના ઉમરાળા પાસે વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા એક પરપ્રાંતિય યુવક પર સિંહે હુમલો કરતા તેને ગંભીર ઇજા સાથે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ સિંહના રસ્તામાં આ યુવાન આડો ઉતર્યો હતો તેથી સિંહ ધૂંધવાયો હતો અને તેના પર હુમલો કર્યો હતો.

Contents
સિંહના રસ્તા પર શ્રમિક યુવક આડો પડતા કર્યો હુમલો : ગરદનના ભાગે બચકાં ભરી લેતા હોસ્પિટલે ખસેડાયોહુમલાખોર સિંહને વન વિભાગે પૂરી દીધો પાંજરે

સિંહો માનવ પર ભાગ્યે જ હુમલો કરે છે. તેમાંય આવી રીતે સિંહનું માનવ પ્રત્યેનું રોદ્ર સ્વરૃપ ક્યારેક જ જોવા મળે છે. બિલખા નજીક ઉમરાળા ગામમાં ઉમેદભાઈ વાળાના ખેતરમાં પરપ્રાંતિય મજુર તરીકે કામ કરતો મુળ એમપીનો અનિલ વેસુભાઈ વાસુનીયા(ઉ.વ.૨૦) નામનો યુવક વહેલી સવારે ખેતરની બાજુમાં આવેલા વોકળામાં કુદરતી હાજતે ગયો હતો. કુદરતી હાજતે ગયો ત્યાં તેમણે સિંહ જોવા મળતા યુવક વોકળામાંથી પરત ખેતર તરફ આવતો હતો ત્યાં વોકળાનો ઢાળ ચડતા પડી ગયો હતો. જેવો અનિલ પડી ગયો તેવો તુરંત જ નજીકમાં રહેલ સિંહ આવી અનિલની ગરદનના ભાગે પંજા મારી બચકા ભરી લીધા હતા. સિંહના હુમલાથી  યુવક રાડારાડી કરતા નજીકમાં રહેલા તેમના પિતા સહિતનો પરિવાર પણ બુમાબુમ કરતા સિંહ ત્યાંથી થોડો દુર જઈ બેસી ગયો હતો.

અનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી પોતે પોતાની રીતે ઉભો થઈ શકતો ન હતો. જેથી તેમના પરિવારજનો તેમને લેવા જતા સિંહ તુરંત જ ખુંખાર બની સામે દોડતો હતો. ત્યારબાદ લાકડી, પાઈપ પછાડયા છતાં પણ સિંહ અનિલથી દુર જતો ન હતો. બનાવની ગંભીરતા પામી ગયેલા યુવકના પરિવારે તેમના વાડી માલીક વિરેન્દ્રભાઈ(દાદભાઈ)ને જાણ કરતા તેઓ તુરંત જ પોતાની ફોરવ્હીલ લઈ ગયા હતા. ફોરવ્હીલ અનિલની નજીક જતા સિંહ ફરી ખુંખાર બની જતો હતો. ત્યારબાદ ફોરવ્હીલના હોર્ન વગાડયા, કારને રેસ કરી જેથી વધુ પડતો અવાજ સાથે ધીમે-ધીમે કારને ઈજાગ્રસ્ત અનિલની નજીક જવા દીધી હતી. જ્યાંથી અનિલને ખેંચી તુરંત જ ગાડીમાં લઈ સારવાર માટે બિલખા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

બિલખા હોસ્પિટલના તબીબે ગંભીરતા પામી તુરંત જ જૂનાગઢ રીફર કરેલ, જૂનાગઢના તબીબે વધુ પડતી ઈજા હોવાથી રાજકોટ રીફર કરેલ, રાજકોટથી તેમને અમદાવાદ રીફર કરવા માટેની તજવીજ ચાલી રહી છે. કેમ કે, વાડી માલીકના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત બનેલ અનિલને ગરદનથી નીચેના કરોડરજ્જુ અને મુખ્ય રગ ફાટી છે. જેના કારણે અનિલનું મેજર ઓપરેશન  કરવાની જરૃરીયાત ઉભી થઈ છે. તબીબના જણાવ્યા પ્રમાણે અનિલને ઓપરેશન થયા બાદ પણ કમરથી નીચેનો ભાગ કાયમી માટે ખોટો થઈ જશે તેટલી હદે ઈજાઓ થઈ છે. હાલ યુવકના શરીમાંથી ઈજા થયેલી જગ્યા પરથી ખુબ જ લોહી વહી રહ્યું છે. જેના કારણે સતત લોહીની બોટલો ચડાવવામાં આવી રહી છે.

હુમલાખોર સિંહને વન વિભાગે પૂરી દીધો પાંજરે

અનિલને ઘટના સ્થળેથી લઈ લીધા બાદ ત્યાં લોહીના ડાઘ હતા તે સ્થળે આવી સિંહ બેસી ગયો હતો. ત્યાંથી કોઈ જોવા મળે તો તુરંત જ સિંહ તેના પર હુમલો કરવા પ્રયાસ કરતો હતો. આમ, અચાનક જ સિંહે રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધુ હતું. હાલ આ નર સિંહને વન વિભાગે બેભાન કરી પાંજરે પુરી દીધો છે. વન વિભાગના લાંબડીધાર થાણા પર વેટરનરી તબીબની નજર હેઠળ નિરીક્ષણ માટે રાખવામાં આવ્યો છે. સિંહના આવા રૌદ્ર સ્વરૃપ અંગે જાણકારોએ જણાવ્યું હતું કે, સિંહ ક્યારેય પણ હુમલો કરે ત્યારે થોડીવાર માટે તે ખુબ જ ક્રોધીત બની જાય છે. તેના ભાગરૃપે આ સિંહ ક્રોધીત બની ગયો હોય તેવી શક્યતાઓ છે.

 

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
અમદાવાદ

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

Editor By Editor 20 hours ago
 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?