- જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ
- ક્ષત્રિય મહિલાઓએ ભાજપના કાર્યક્રમમાં કર્યો વિરોધ
- પોલીસે ક્ષત્રિય મહિલાઓની કરી અટકાયત
રૂપાલા મામલે વિરોધ વધી રહ્યો છે. જેમાં હવે ક્ષત્રિય સમાજ પર આક્રમક બન્યું છે. જેની સાથે જ ઠેર ઠેર વિરોધ ક્ષત્રિયનો વિવાદ હજુ પણ યથાવત છે. તો ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ અકબંધ છે. આ તરફ જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.
આ સાથે જ જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. શહેર ભાજપના કાર્યક્રમ ક્ષિત્રય સમાજની બહેનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વુલનમિલ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખુરશીઓ ઉછાળી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર કાર્યક્રમ દરમિયાન પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

જામનગરમાં ભાજપનો કાર્યક્રમ મોદીનો પરિવાર, મોદી પરિવારની સભા અંતર્ગત વિરોધ કરવામા આવ્યો હતો. વુલનમિલ વિસ્તારમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપનો કાર્યક્રમ શરુ થાય તે પહેલા ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામા આવ્યો હતો.


