- કેનેડામાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય હસ્તક્ષેપના કથિત દાવાઓને
- તપાસમાં ભારતના હસ્તક્ષેપ ન કોઈ પુરાવા ન મળ્યા: કેનેડિયન અધિકારીઓ
- કેનેડાના આરોપો પર પહેલા જ ભારત આપી ચૂક્યું છે જવાબ
India Canada Dispute: વર્ષ 2021માં કેનેડામાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય હસ્તક્ષેપના કથિત દાવાઓને કેનેડિયન અધિકારીઓએ નકારી કાઢ્યો છે. આ મામલે તપાસ માટે રચાયેલી સમિતિના સભ્યોએ એક નિવેદન દરમિયાન આ વાત કહી. કેનેડિયન અધિકારીઓએ કહ્યું કે કેનેડિયન ફેડરલ ચૂંટણીમાં ભારતની ભૂમિકા વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. 2021ની ચૂંટણીની દેખરેખ રાખતા વરિષ્ઠ અધિકારીઓએ જાહેર સુનાવણી પહેલાં જુબાની આપી છે.
વાત એમ છે કે, કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ એજન્સી (CSIS) એ ભારત અને ચીન પર કેનેડામાં યોજાનારી સંઘીય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું કે ભારત સરકારના એક પ્રોક્સી એજન્ટે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી સંબંધિત પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રોક્સી એજન્ટે કેટલાક વિસ્તારોમાં ભારત તરફી ઉમેદવારોની તરફેણમાં કામ કર્યું હતું. ગુપ્તચર એજન્સીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એજન્ટનું માનવું છે કે ભારતીય મૂળના કેટલાક મતદારો ખાલિસ્તાની ચળવળ અથવા પાકિસ્તાન તરફ ઝુકાવ ધરાવે છે. એવામાં, તે ભારત તરફી ઉમેદવારો માટે કામ કરે છે.
જસ્ટિન ટ્રુડો તપાસ સમિતિ સમક્ષ થશે હાજર
આ મામલે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પણ તપાસ સમિતિ સમક્ષ હાજર થશે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેઓ તપાસ સમિતિના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. કેનેડિયન મીડિયા અનુસાર, તપાસ સમિતિનું નેતૃત્વ ક્વિબેક જજ મેરી-જોસી હોગ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન તેમણે અનેક રાજનેતાઓ અને અધિકારીઓના નિવેદન લીધા હતા.
ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ પર શું કહ્યું?
ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના આ આરોપોને લઈને જવાબ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ‘તેમણે ભારત વિરુદ્ધ મીડિયા રિપોર્ટ્સ જોયા છે, કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે.’ રણધીર જયસ્વાલે કહ્યું કે ‘કોઈપણ લોકતાંત્રિક દેશની ચૂંટણીમાં દખલગીરી કરવી એ ભારતની નીતિમાં નથી. ઉલટું શું થઈ રહ્યું છે કે કેનેડા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે. આ નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.


