- આગામી લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે
- ત્રીજા તબક્કા માટે 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે
- 22 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ
ભારતમાં આગામી લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. તેવામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી 12 એપ્રિલથી શરૂ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 લોકસભા સીટો પર 7 મેએ મતદાન થવાનું છે.
ક્યારે કેટલી સીટો માટે મતદાન?
મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે શુક્રવારથી નામાંકન દાખલ કરવામાં આવશે. ત્રીજા તબક્કા હેઠળ, 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં આસામમાંથી 4, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 7, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી તમામ 2, ગોવાની 2, ગુજરાતમાંથી 26, જમ્મુ-કાશ્મીરમાંથી 1, કર્ણાટકમાંથી 14, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે.
લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે
- પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે
- બીજા તબક્કા માટે 26 એપ્રિલ મતદાન થશે
- ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થશે
- ચોથા તબક્કા માટે 13 મેના રોજ મતદાન થશે
- પાંચમાં તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે
- છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે
- સાતમાં અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થશે
- 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે દેશભરમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.

બૈતૂલમાં મતદાન મોકૂફ
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તબક્કામાં 12 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 94 સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે. વધુમાં, મધ્યપ્રદેશના બૈતૂલ (ST) સંસદીય મતવિસ્તારમાં મતદાન સ્થગિત કરવા માટે એક અલગ સૂચના જારી કરવામાં આવી છે. બૈતૂલ (ST) સંસદીય મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુને કારણે, 7 મેના રોજ પ્રસ્તાવિત મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે.


