- ઇરાન પોતાના હથિયારોને યુરેનિયમથી અપગ્રેડ પણ કરી રહ્યું હોવાના અહેવાલ
- ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગેના રિપોર્ટથી અમેરિકા, ઇઝરાયેલની ચિંતા વધી
- ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાની એકદમ નજીક પહોંચી ગયું છે
ઇઝરાયેલ સાથે ઇરાનની શત્રુતા વચ્ચે અહેવાલ આવ્યા છે કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાની એકદમ નજીક પહોંચી ગયું છે. અમેરિકન અખબારે આ દાવો કરીને ટેન્શન પેદા કરી દીધું છે. એવી જાણકારી પણ મળી છે કે ઇરાને મોટા જથ્થામાં યુરેનિયમ જમા કરી રાખ્યું છે એટલું કે તે અઠવાડિયામાં જ ત્રણ એટમ બોમ્બ બનાવી શકે છે. ઇરાન પોતાના પરમાણુ હથિયાર જ નહીં પરંતુ પોતાના કેટલાક હથિયારોને યુરેનિયમની મદદથી અપગ્રેડ પણ કરી રહ્યું છે. ઇરાન અંગે આ દાવાઓને કારણે દુનિયા પર એક નવા યુદ્ધનો ખતરો તોળાવા લાગ્યો છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે બુધવારે અધિકારીઓના હવાલાથી આ ખુલાસો કર્યો હતો કે
ઇરાન પરમાણુ હથિયાર ક્ષમતાની નજીક પહોંચી રહ્યું છે અને તેહરાને ઝડપથી મોટા પ્રમાણમાં યુરેનિયમ પણ જમા કરી લીધુ છે. પરમાણુ બોમ્બના નિર્માણમાં યુરેનિયમની ખૂબ જરૂર હોય છે. જોકે, ઇરાને કહ્યું છે કે તેની પરમાણુ બોમ્બ બનાવવાની કોઈ યોજના નથી. અલબત તેણ કહ્યું હતું કે તેણે યુરેનિયમ એકત્ર કયુંર્ છે.
ઇઝરાયેલનું ટેન્શન વધશે
ઇરાન દ્વારા પરમાણુ બોમ્બ બનાવવાના સમાચારોએ અમેરિકા અને ઇઝરાયેલ બંનેનું ટેન્શન વધારી દીધું છે. તાજેતરમાં જ ઇઝરાયેલે લેબેનોનમાં ઇરાની દૂતાવાસ પર હુમલો કર્યો હતો. લેબેનોનમાં આ હુમલો હિઝબુલ્લા વિરુદ્ધ હતો. હિઝબુલ્લાને ઇરાનનું સમર્થન પ્રાપ્ત છે અને આ આતંકવાદી સંગઠનની લેબેનોનની સરકારમાં ભાગીદારી પણ છે. સ્વયં પર હુમલાને કારણે રઘવાયા બનેલા ઇરાને ઇઝરાયેલને વળતા હુમલાની ધમકી પણ આપી હતી.


