- ભુવો પડવાથી વાહનચાલકો મુકાયા હાલાકીમાં
- AMCએ આ રોડને મોડલ રોડ જાહેર કર્યો છે
- AMCના સબ સલામતના દાવા પોકળ
એક તરફ અમદાવાદમાં નવા રોડ રસ્તાની AMC દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે AMC ની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જેમાં અમદાવાદમાં ભરઉનાળે રિંગરોડ પર ભુવો પડ્યો છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડીથી હાટકેશ્વર રિંગ રોડ પરના વિસ્તારમાં ભુવો પડ્યો છે. જેના સાથે જ AMCની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. તેમજ રસ્તા બનાવવાની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. રસ્તાની વચ્ચે ભૂવો પડવાના કારણે લોકોને પણ હાલાકની સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં ઘણી વાર ભૂવા પડવાની ઘટના સામે આવતી રહેતી હોય છે ત્યાં આ વચ્ચે ઉનાળામાં જ ભુવા પડવાથી AMC ની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં પણ AMCએ આ રોડને મોડલ રોડ જાહેર કર્યો છે. તેવા જ રોડ પર ભુવો પડતાં AMCના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.


