- ભિખારી પાકિસ્તાનની થઈ રહી છે ઇન્ટરનેશનલ બેઈજ્જતી
- જુદા જુદા દેશોમાંથી જબરદસ્તી કરાઇ રહ્યા છે દેશનિકાલ
- ત્રણ વર્ષમાં લગભગ 20,000 પાકિસ્તાનીઓ હાંકી કઢાયા
ગરીબી અને કંગાલિયતનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને ‘આંતરરાષ્ટ્રીય કલંક’ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આ ફજેતી એવા લોકોને કારણે થઈ રહી છે જે જુદા જુદા દેશો માંથી ન માત્ર જબરદસ્તી ભગાડવામાં આવી રહ્યા છે, પરંતુ તે લોકોને પકડી-પકડીને પરત પણ મોકલવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનની સંસદમાં તેની પોતાની સેનેટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 20,000 પાકિસ્તાનીઓ ચોરી, લૂંટ, બળાત્કાર અને આતંકવાદી સંગઠનોમાં સામેલ થવા જેવા ગંભીર આરોપો અને સજાનો સામનો કર્યા બાદ જુદા જુદા દેશોમાંથી પાકિસ્તાન પાછા તગેડી મૂકવામાં આવ્યા છે. જેમાં, પાકિસ્તાનના સૌથી નજીકના દેશ તુર્કીથી લઈને ગ્રીસ, ઈટાલી અને અમેરિકા જેવા દેશો પણ સામેલ છે. હાલમાં, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલી ફજેતી બાદ ઇસ્લામાબાદે પોતાના દેશના લોકો માટે સિક્રેટ પણ જાહેર કરવા પડ્યા છે. જેમાં, દુનિયાના અલગ-અલગ દેશોમાંથી અપમાનિત કરીને બહાર કાઢવામાં આવતા લોકોની સંપૂર્ણ યાદી છે.
પાકિસ્તાનની સંસદના સેનેટમાં રજૂ કરાયો રિપોર્ટ
છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનની સંસદમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ તેના આંતરરાષ્ટ્રીય અપમાનની કહાણી જણાવે છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા, પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે તેની સંસદની સેનેટને એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના નાગરિકોને દુનિયાના 134 દેશોમાંથી અલગ-અલગ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, આ વર્ષે જ પાકિસ્તાનના સેંકડો લોકોને લિબિયા, તુર્કી અને અમેરિકા જેવા દેશોમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.
તુર્કીએ સૌથી વધુ પાકિસ્તાનીઓને તગેડી મૂક્યા
પાકિસ્તાનનો સૌથી નજીકનો અને મજબૂત સંબંધો ધરાવતો દેશ તુર્કીએ તાજેતરમાં સૌથી વધુ સંખ્યામાં પાકિસ્તાનીઓને બહાર કાઢ્યા છે. 2024માં જ તુર્કીએ બે અલગ-અલગ તબક્કામાં પાકિસ્તાનના 600થી વધુ લોકોને પોતાના દેશમાંથી બહાર કાઢ્યા હતા. માહિતી અનુસાર, 2024ના પ્રથમ તબક્કામાં 404 લોકોને તુર્કીની અંદર મહિલાઓનું યૌન શોષણ, બળાત્કાર, ચોરી, લૂંટ, મની લોન્ડરિંગ વગેરે જેવા વિવિધ સંગીત અપરાધોના સંબંધમાં દેશમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.
આંકડાઓ એ વાતની પણ ખરાઈ કરે છે કે પાકિસ્તાનના મિત્ર ગણાતા તુર્કીએ માત્ર પ્રથમ તબક્કામાં જ નહીં પરંતુ બીજા તબક્કામાં પણ પાકિસ્તાનીઓને પોતાના દેશમાંથી બહાર કાઢ્યા છે. બીજા તબક્કામાં, તુર્કીએ ફરી એકવાર 252 લોકોની અટકાયત કરી જેઓ જુદા જુદા ગુનાઓમાં સામેલ હતા અને તેમને પાકિસ્તાન પરત મોકલી દીધા. તુર્કીએ ઈસ્લામાબાદને મોકલેલા સત્તાવાર પત્રમાં પાકિસ્તાનીઓના કારસ્તાનો અને કૃત્યોની સંપૂર્ણ માહિતી આપી હતી.
આ દરમિયાન, 7 નવેમ્બર 2023ના રોજ તુર્કીની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 383 પાકિસ્તાનીઓની ઓળખ કરી, જેઓ સતત તુર્કીમાં રહેતા હતા અને ગુનાઓ આચરતા હતા. આ ગુનાઓ લૂંટ, બળાત્કાર, મની લોન્ડરિંગ અને તુર્કીમાં પ્રવેશતા ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા પણ કરવામાં આવ્યા હતા. ઇસ્લામાબાદને સતત વિશ્વના વિવિધ દેશોમાંથી તેના નાગરિકો પર કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી.
ઇટલીથી બે આતંકવાદીઓને કાઢી મુકાયા
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના બે નાગરિકોને ઈટાલીના આતંકવાદી સંગઠનમાં સામેલ થવાની નક્કર માહિતી પણ મળી હતી. આ બંને નાગરિકો પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને કરાચીના રહેવાસી હતા. જેમાં યાસીન તાહિર ઈસ્લામાબાદનો અને અલ્મા શેખ રાવલપિંડીની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈટાલીમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાનીઓ પર કડક કાર્યવાહી શરૂ થઈ ત્યારે આ બે પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે કડક તપાસ કરવામાં આવી ત્યારે બંને પાકિસ્તાની નાગરિકોએ સ્થાનિક આતંકવાદી સંગઠનોમાં તેમની સંડોવણીની કબૂલાત કરી હતી. બાદમાં આ બંને પાકિસ્તાની નાગરિકોને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં ઈટાલીએ પાકિસ્તાનને તેના આતંકવાદી નાગરિકોને સોંપી દીધા હતા.


