- માતાએ પોતાના 3 બાળકોની કરી હત્યા
- બે પુત્ર, એક પુત્રી સહિત માતાનું મોત થયું
- મ.પ્રદેશથી ખેત મજૂરી માટે આવ્યો હતો પરિવાર
જામનગર તાલુકના ધુતારપર ગામે એક દુ:ખદ ઘટના બની છે. જેમાં 3 બાળકોની માતે પોતાના બાળકોની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો છે. આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, પરપ્રાંતિય મહિલાએ બાળકોને ઘાટ ઉતારી પોતે પણ આપઘાત કર્યો છે.
રાજ્યમાં ફરી એકવાર સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ પોતાના બાળકોનો જીવ લઈને પોતે પણ આપઘાત કર્યો છે. જેમાં જામનગર તાલુકાના ધુતારપર ગામે ત્રણ બાળકો સહિત મહિલાએ આપઘાત કર્યો છે.
પરપ્રાંતિય મહિલાએ બાળકોને ઘાટ ઉતારી પોતે પણ આપઘાત કર્યો છે. મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલ પરિવારનો બનાવ બન્યો છે. એકી સાથે ચાર લોકોએ આપઘાત કરતા અરેરાટી મચી છે. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરી છે. હાલ જામનગર પંચકોષી-એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.


